સ્થાનિક કાર્યકરોમાં નારાજગી:નાંદોદ વિધાનસભા માટે ઉમેદવારની જાહેરાતની ઉતાવળ AAPને ભારે પડી; વિરોધ શરૂ, પ્રચાર કામગીરી ઠપ્પ કરી દેવાઈ

નર્મદા (રાજપીપળા)18 દિવસ પહેલા

ગુજરાતમાં આગામી વિધાનસભાને લઈને ભાજપ અને કોંગ્રેસે હજી સુધી એક પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી, તેવામાં આપ દ્વારા ત્રીજી યાદી પણ જાહેર કરી જાણે ઉતાવળ કરી દીધી હોય તેમ આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે.

અમને કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર ઉમેદવાર જાહેર કરી દીધો - રાજેશ વસાવા
તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. કોઈ વાદ વિવાદ હોય તો ચૂંટણી જાહેર થાય એ પહેલાં દબાવી દેવાય કે ડેમેજ કન્ટ્રોલ કરી શકાય. આપે નર્મદા જિલ્લાની 148 નાંદોદ વિધાન સભા બેઠક પર કેવડિયા બચાવ આંદોલન ચલાવી રહ્યા છે એવા પ્રો. ડો.પ્રફુલ વસાવાનું નામ વિધાન સભાના ઉમેદવાર તરીકે જાહેર કરતા જિલ્લાના કેટલાક હોદેદારોએ રાજપીપળા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી પ્રદેશ કક્ષાના નેતાઓ વિરૂદ્ધ સુત્રોચાર કરી આજથી તમામ સંગઠનની કામગીરી બંધ કરી દીધી છે.

આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરોમાં વિરોધનો સૂર
આ બાબતે આમ આદમી પાર્ટીના મહામંત્રી રાજેશભાઇ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં અમે કામ ધંધા છોડીને રાત દિવસ આપ માટે સંઘઠન બનાવ્યું, એક જુવાળ નર્મદા જિલ્લામાં ઉભો થયો અને નાંદોદ વિધાન સભાની બેઠક આમ આદમી પાર્ટી જીતે એવો અમે માહોલ બનાવ્યો. ત્યારે અચાનક અમને કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર ઉમેદવાર જાહેર કરી દીધો, એ કોઈ સંજોગોમાં ચાલશે નહીં. અમે આ પાર્ટીના તમામ કામો હેઠા મૂકી દઈએ છે. જ્યાં સુધી ઉમેદવાર નહીં બદલે ત્યાં સુધી અમે કોઈ કામ નહીં કરીએ અને સમય આવ્યે રાજીનામાં પણ આપી દઈશું.

અન્ય સમાચારો પણ છે...