બેઠક યોજાઈ:નર્મદામાં 879 લાખના ખર્ચે 8 ગામો -63 નવા ફળિયા માટેની ગ્રામીણ પેયજળ યોજના મંજૂર

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RACની ઉપસ્થિતિમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠક

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લાના 8 ગામો અને 63 નવા ફળીયા સહિત કુલ 879 લાખના પીવાના પાણીની ગ્રામીણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

જિલ્લામાં મંજૂર થયેલી આ ગ્રામીણ પેયજળ યોજના અંતર્ગત જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાનું ગરૂડેશ્વર ગામ તેમજ નાંદોદ તાલુકાના ટંકારી, પાટી, મોટા ભમરી, નિકોલી, મોટા લીમટવાડા, જિયોરપાટી, અમરપરા જેવા ગામોનો ઉક્ત મંજુરીમાં સમાવેશ થાય છે. આ યોજનાઓ સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થાય તે જોવા એચ.કે વ્યાસે ખાસ અનુરોધ કર્યો હતો.

સમિતિના સભ્ય સચિવ અને વાસ્મોના કાર્યપાલક ઈજનેર વિનોદ પટેલ, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર બી.કે.રાઠવા, વાસ્મોના કોઓર્ડીનેટર રાકેશ ચૌધરી, શિક્ષણ, ટ્રાયબલ સબ-પ્લાન, ડીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર રાણા, સિંચાઈ વગેરે જેવા વિભાગોના સંબંધિત અમલીકરણ અધિકારીઓ પ્રતિનિધિ ઓ સહિતના સમિતિના સભ્યઓની ઉપસ્થિતિમાં આજે યોજાયેલી ઉક્ત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ દ્વારા કેન્દ્ર સરકારના “જલ જીવન મીશન” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ જિલ્લાની મંજૂર થયેલી અને પ્રગતિ હેઠળની યોજનાઓની સમીક્ષા પણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...