રૂટ ડાયવર્ટ કરવા હુકમ:રાજપીપળામાં અમિત શાહના ચૂંટણી પ્રચાર અર્થે રુટ ડાયવર્ટ કરાયો; જાહેરનામાનો ભંગ કરનારાઓ શિક્ષાને પાત્ર

નર્મદા (રાજપીપળા)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી-2022 અંતર્ગત રાજપીપલા શહેરમાં સંતોષ ચોકડીથી સફેદ ટાવર ચૂંટણી પ્રચાર અર્થે રોડ શો કરવાના છે.ગૃહમંત્રી અમિત શાહ તા.25ના રોજ ચૂંટણી પ્રચાર અર્થે રાજપીપલા ખાતે સૂર્ય દરવાજાથી માછીવાડ ગેટ સુધીનો રોડ શો કરવાના છે. જેઓ Z+ CRPF સ્કેલ સિક્યુરીટી ધરાવે છે. તેઓની સાથે પક્ષના કાર્યકરો પણ જોડાવાના છે. ત્યારે સદર કાર્યક્રમ દરમિયાન જરૂરી કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે તે માટે નર્મદાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીને મળેલી સત્તાની રૂએ જાહેરનામામાં નિર્દિષ્ટ રૂટ ડાયવર્ઝન કરવા અંગે હુકમ ફરમાવ્યો છે.
કયા વાહનો ક્યાં ડાયવર્ટ થશે?
દેડીયાપાડા/મોવી તરફથી પોઇચા તરફ જતા વાહનો ખામર ત્રણ રસ્તા, વિપોર ત્રણ રસ્તા, રંગ અવધુત મંદિર, રેલવેના ગરનાળા થઇ પોઇચા તરફ ડાયવર્ટ થશે. પોઇચા તરફથી દેડીયાપાડા/મોવી તરફ જતાં વાહનો અવધુત મંદિર રેલવેના ગરનાળા થઈ વિરપોર ત્રણ રસ્તા, ખામર ત્રણ રસ્તા તરફ ડાયવર્ટ થશે. પોઇચા તથા અંકલેશ્વર તરફથી કેવડીયા/તિલકવાડા તરફ જતાં વાહનો રંગ અવધુત મંદિર, કાળા ઘોડા સર્કલ, રેલવે સ્ટેશન, હરસિધ્ધી માતા મંદિર ચાર રસ્તા, સંતોષ ચાર રસ્તા, કાળીયાભુત વડીયા જકાતનાકા તરફ ડાયવર્ટ થશે.
રાજપીપલા એસ.ટી ડેપોની બસો ક્યાં ડાયવર્ટ થશે
કેવડીયા ,તિલકવાડા તરફથી પોઇચા તરફ જતાં વાહનો કાળીયાભુત ત્રણ રસ્તા, સંતોષ ચાર રસ્તા, હરસિધ્ધી માતા ચાર રસ્તા, રેલવે સ્ટેશન, કાળા ઘોડા, રંગ અવધુત તરફ ડાયવર્ટ થશે. કેવડીયા , તિલકવાડા તરફથી અંકલેશ્વર તરફ જતાં વાહનો વડીયાજકાતનાકા, જીતનગર ત્રણ રસ્તા, ખામર ત્રણ રસ્તા વિરપોર ચોકડી તરફ ડાયવર્ટ થશે. રાજપીપલા એસ.ટી ડેપો પરથી પોઇચા તેમજ અંકલેશ્વર રૂટ ઉપરની બસો કોર્ટ ત્રણ રસ્તા, કાળીયાભુત, સંતોષ ચાર રસ્તા, હરસિધ્ધી માતા મંદિર ચાર રસ્તા, રેલવે સ્ટેશન કાળા ઘોડા સર્કલ તરફ ડાયવર્ટ થશે.
કઈ બસો ક્યાં ડાયવર્ટ થશે?
પોઇચા–અંક્લેશ્વર રૂટ પરથી રાજપીપલા ડેપો તરફ આવતી એસ.ટી કાળા ઘોડા સર્કલ, રેલવે સ્ટેશન, હરસિધ્ધિ માતા મંદિર ચાર રસ્તા, સંતોષ ચાર રસ્તા, કાળીયાભુત કોર્ટ ત્રણ રસ્તાથી એસ.ટી. ડેપો તરફ ડાયવર્ટ થશે. દેવલીયા ગરૂડેશ્વર તરફથી પોઇચા રોડ તેમજ અંકલેશ્વર રોડ તરફ જતી એસ.ટી. રાજપીપલા એસ.ટી ડેપો પરથી કોર્ટ ત્રણ રસ્તા, કાળીયાભુત, સંતોષ ચાર રસ્તા, હરિધ્ધી માતા મંદિર ચાર રસ્તા, રેલ્વે સ્ટેશન કાળા ઘોડા સર્કલ તરફ ડાયવર્ટ થશે.
જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિઓ શિક્ષાને પાત્ર
આ જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનારા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...