રાત્રી લૂંટારુઓનો આંતક સક્રિય:ડેડીયાપાડા સાગબારા હાઇવે પર ટ્રકને અંતરી ત્રણ શખ્સો દ્વારા લૂંટ; મોબાઈલ અને પર્સ લઇ લૂંટારુ ફરાર

નર્મદા (રાજપીપળા)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડેડીયાપાડાથી સાગબારા અને રાજપિપળાના મુખ્ય માર્ગ પર હજુ પણ રાત્રીના લૂંટારુ સક્રિય છે અને માલ સમાન ભરીને જતા ટ્રક ચાલકોને અથવા ગાડીઓ કે જેમાં એક બે વ્યક્તિઓ હોય તેવી કારને શિકાર બનાવી લૂંટ ચલાવે છે. ગત રાત્રીના એક ટ્રક ચાલકને લૂંટી ત્રણ સખ્શો ફરાર થઇ ગયા હતા. આ મામલે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી.

નર્મદા જિલ્લોએ ગુજરાત બોર્ડરનો જિલ્લો છે, જેમાં ડેડીયાપાડા સાગબારા હાઇવે થઇ મહારાષ્ટ્ર રાજ્યમાં જવાતું હોય આ મુખ્ય માર્ગ પર લૂંટારુ ગેંગ સક્રિય બની છે. જે સમયાંતરે લૂંટને અંજામ આપે છે. ગત રોજ સાંજે પાંચ કલાકે ધોળા દિનસે એક ટ્રકને અંતરી ત્રણ શખ્સો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટારુએ 200 રૂપિયા માંગીને મોબાઈલ અને પર્સ લઇ ફરાર થઇ ગયા. નર્મદા પોલીસે સક્રિય બની આ લૂંટારુઓને ઝડપી પાડવા જરૂરી બન્યું છે.

ખેડા જિલ્લાના ગળતેશ્વર ગામના મુકેશ પરમાર ટ્રક ચલાવી માલ લઇ પરત ખેડા તરફ જાતો હતો. જેની સાથે ક્લીનર તરીકે વિકી મકવાણા હતો. રાત્રીના ડેડીયાપાડાથી સાગબારા થઇ મહારાષ્ટ્ર તરફ માલ લઈને આગળ જઈ રહ્યા હતા. ત્યારે ડેડીયાપાડાના કાલ્બી ગામાના ટેકરા પાસે જતા સાંજના પાંચ વાગે ધોળા દિવસે એક અજાણ્યો ઈસમ ભૂરા જેવા રંગનું સ્કૂટર લઇને આવી ટ્રકને ઓવરટ્રેક કરી ટ્રકની આગળ ઉભી રાખી દીધી અને જમીન પરથી પથ્થરો લઈ મારવાની એક્શન કરતા ટ્રક ચાલકે ટ્રક ઉભી રાખી એટલે બીજા બે પણ ત્યાં દોડી આવ્યા બંને બાજુએથી ચઢીને ઘેરી લીધા અને કેબિનમાં ચઢી અપશબ્દો બોલી મારવાની ધમકી આપી 200 રૂપિયાની માંગણી કરી હતી. ટ્રક ચાલાક મુકેશ પરમારે રૂપિયા આપવા જતા આખું પર્સ અને મોબાઈલ ચોરી ભાગી ગયા. ક્લીનર વિકીને લાકડી વડે માર માર્યો જેથી ડેડીયાપાડા પોલીસે ટ્રક લઇ જઈ પોલીસને હકીકત જણાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...