લુંટારૂટોળકી પર પોલીસનો સકંજો:ડેડીયાપાડા હાઈવે પર ટ્રકચાલકને લૂંટનાર પકડાયા; નર્મદા જિલ્લા LCBની સરાહનીય કામગીરી

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફરિયાદ આપનાર ડ્રાઈવર મુકેશભાઇ કાળૂભાઇ પરમાર, રહે - અંગાડી , વાળંદ ફળીયુ તા.ગળતેશ્વર, જિલ્લો - ખેડા તથા ક્લીનર વીકી કુમાર જશવંતભાઇ મકવાણા, રહે - અંગાડી, કોટપુરા ફળીયુ, તા.ગળતેશ્વર, જિલ્લો - ખેડાની ટ્રક લઇને ખામગામ ( મહારાષ્ટ્ર ) ખાતે જતા હતા. તે વખતે કાલ્બી - ગંગાપુર ગામની વચ્ચે આવેલ વળાંકમાં ત્રણ અજાણ્યા માણસો ભુરા જેવા કલરની જ્યુપીટર ટુ વ્હીલર ગાડી પર આવી ફરિયાદીની ટ્રકને ઓવરટેક કરી ટૂ વ્હીલર ગાડી રસ્તાની સાઇડ ઉપર ઉભી રાખી. જમીન પરથી પથ્થરો હાથમાં લઇ ટ્રક ઉભી રખાવી ત્રણ અજાણ્યા માણસો પૈકીનો એક માણસ ટ્રક આગળ પથ્થર લઇ ઉભો રહી તથા બીજા બે માણસો ટ્રકની બંન્ને બાજુના દરવાજા ઉપર ચઢયો. ડ્રાઇવર સાઇડે ચડેલ માણસે ગાળાગાળી કરી બસો રૂપિયા માગી તથા બીજા સો રૂપિયા માંગી સો રૂપિયા આપવા જતા પાકીટ લુંટી પાકીટમાં રહેલા 2500/ - રૂપિયા કાઢી લઇ તથા વીવો કંપનીનો y 73 મોડેલવાળો મોબાઇલ કિ.રૂ 5000 / - મળી કુલ રૂ .7500 / - લુટી લઇ તથા કંડક્ટર સાઇડે ચડેલ અજાણ્યા માણસે કંડક્ટર વીકીભાઇને હાથમાં લાકડીના સપાટા મારી એકબીજાની મદદગારી કરી લુંટ નાસી ગયા હોય. આ બાબતે ગુનો દાખલ થયો હતો.

એમ.બી.ચૌહાણ પો.સબ.ઇન્સ. ડેડીયાપાડા પો.સ્ટે. તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીનાં આધારે આ ગુનાના કામના આરોપીઓ ( 1 ) નિરંજનભાઇ ઉર્ફે નિરૂ રમેશભાઇ વસાવા રહે - કેવડી સ્ટેશન ફળીયા, તા.ડેડીયાપાડા, જિલ્લો નર્મદા, તથા ( 2 ) મિતેશભાઇ રામાભાઇ વસાવા રહે - આંબાવાડી, બુટવાલ ફળીયા, તા.ડેડીયાપાડા, જિલ્લો નર્મદા, તથા ( 3 ) જીજ્ઞેશભાઇ ચીમનભાઇ વસાવા રહે - આંબાવાળી, બુટવાળ ફળીયા, તા.ડેડીયાપાડા, જિલ્લો નર્મદાના લોકોએ અંજામ આપેલ હોવાની હકિકત જાણવા મળતા આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી લુંટમાં ગયેલ મોબાઇલ તથા રોકડા રૂપિયા પરત મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...