ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ:ડેડીયાપાડા વિસ્તારના રિંગપાદર ગામને 75 વર્ષ બાદ પ્રથમ વાર મતદાન મથક મળ્યું, કહ્યુ 100% મતદાન કરીશું

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં આદિવાસી અનામત બેઠક નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા બેઠક માટે આગામી 1 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ વખતે ડેડીયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રિંગપાદર ગામને આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમ વાર મતદાન મથક મળતા ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ છે. ડુંગરોની તળેટીમાં જંગલ વિસ્તારમાં આવેલા રિંગપાદર ગામમાં 131 જેટલા મતદારો આવેલાં છે. આ મતદારોમાં 68 પુરુષો અને 63 મહિલા મતદારો છે. રિંગપાદર ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મતદાન ઉભું કરવામાં આવશે અને આ ગામના લોકોને હવે 8 કિલોમીટર ચાલીને મતદાન કરવા નહીં જવું પડે.

રિંગપાદર ગામ સુધી પહોંચવા માટેના રસ્તા માટે 4 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં રસ્તો બની જશે અને રિંગપાદર ગામનો લોકોને કોઈ તકલીફ નહીં પડે. આ ગ્રામજનો કહી રહ્યા છે કે કાચો રસ્તો હોવાથી અહીંયા કોઈ ગાડી પણ જઈ શકતી ન હોવાથી વર્ષોથી લોકો 8 કિલોમીટર સુધી ચાલી પરિવારજનોને લઈને ચોપડી મતદાન કરવા જતા હતા. જેથી ગામનું મતદાન પણ ખુબ ઓછું થતું હતું. અમે તાલુકા -જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભાની ચૂંટણી વખતે અલગ મતદાન મથક માટે અમે રજુઆત કરી હતી. ગ્રામજનોની રજુઆતને પગલે વિધાનસભા 2022 માટે રિંગાપાદરને અલગ મતદાન મથક મળ્યું છે. આમ તો ગુજરાતમાં 12 નવા મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. ગ્રામજનો ખુબ ખુશ છે વિધાનસભામાં રિંગપાદર ગામમાંથી 100 ટકા મતદાન કરવાના અમે પ્રયત્નો કરીશું.

અન્ય સમાચારો પણ છે...