તાજેતરમાં વિધાનસભા ચૂંટણી સમયે ઘણા અધિકારીઓની બદલી થઈ હતી. ત્યારે રાજપીપળા ટાઉન પીઆઈ તરીકે કામગીરી કરતા જે.કે પટેલના સ્થાને આર.જી.ચૌધરીને મૂકવામાં આવ્યા છે. જાણવા મળ્યાં મુજબ આર.જી. ચૌધરી અગાઉ જામનગર અને સુરેન્દ્રનગરમાં કામગીરી કરી છે અને આજે તેમને સ્થાનિક પત્રકારો સાથે મિટિંગ કરી શહેરની મુખ્ય સમ્યાઓ દૂર કરવા ખાસ આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં અન્ય કઈ સમસ્યાઓ છે એ બાબતે પત્રકારોનો મત પણ મેળવી ટુંક સમયમાં તેનું નિરાકાર લાવવા ખાત્રી આપી હતી.
બાઈકર ગેંગ બાબતે પોલીસ સતર્ક બની પગલાં લેશે
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં રાત્રિ દરમિયાન બાઈકો લઈ હાહાકાર મચાવતા કેટલાક તત્વોનો આતંક ઘણા સમયથી જોવા મળે છે. જેના કારણે રાહદારીઓ માટે આ બાબતે ખતરારૂપ હોય પોલીસે આ બાબતે એક્શન પ્લાન બનાવ્યો છે અને ટુંક સમયમાં આ તત્વો સામે પગલા લેવાશે તેમ જાણવા મળ્યું છે.
રાજપીપળા ટાઉન પોલીસ મથકમાં મુકાયેલા પીઆઈ આર.જી.ચૌધરીના જણાવ્યા મુજબ રાજપીપળામાં રાત્રે 8 થી 11 વાગ્યા દરમિયાન કેટલાક તત્વો મોંઘીદાટ બઈકો લઈ જાણે રેસ લગાવતા હોય તેમ બેફામ બાઇકો લઈ નીકળે છે એ બાબતે ફરીયાદો મળી છે.
આ બાઈકરો બેફામ બાઇકો લઈ જતા ક્યારેક અકસ્માતનો ભય છે અને કોઈ વૃદ્ધ સિનિયર સિટીઝન કે બાળકો માટે પણ ખતરારૂપ કહેવાય અમે આવા તત્વો માટે વોચ રાખી પકડવા ડ્રાઇવ ચાલુ કરીશું અને આવા તત્વો ફરી વાર આમ ના કરે તે માટે તેમની સામે કાયદેસર કાર્યવાહી પણ કરી લોકોમાં ભય ઊભો કરનાર આ તત્વો સામે ટાઉન પોલીસ ટીમ ટુંક સમયમાં કામે લાગશે. આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.