રાજપીપલા વડિયા પેલેસ ખાતે નાયબ વન સંરક્ષકની કચેરીમાં રેંજ ફોરેસ્ટ ઓફીસર વર્ગ-3, નર્મદા વન વિભાગ, રાજપીપલા માં ફરજ બજાવતા પરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ અને અને બીજો લાકડાનો છુટક ધંધો (ખાનગી વ્યક્તિ) નિશાર રસુલ મેર બંને ખ્માર ચોક્ડી પાસે ગામઠી ધાબા હોટલ ખાતે એક લાકડાના વેપારી એ લાંચની રકમ 30 હજાર આપ્યા.
મદદનીશ નિયામક એસીબી વડોદરા એકમ, પી.એચ.ભેસાણીયાના સુપરવીઝનમાં ભરુચ એસીબી પી.આઈ એસ.વી.વસાવા, તથા ટીમ દ્વારા વોચ ગોઠવી હતી અને જેમાં આ RFO અને અન્ય ખાનગી શખ્સ ઝડપાઇ ગયો હતો. મળતી વિગતો મુજબ એક લાકડાનો વેપારી લાકડા કાપવાનો કોન્ટ્રાકટ રાખી જુદા જુદા જિલ્લાઓમાં સરકારી જમીનો જંગલ વિસ્તારમાં લાકડા કાપવાની કામગીરી કરતા હોય તેઓએ નાયબ વનસંરક્ષકની કચેરી નર્મદા વન વિભાગ, રાજપીપલા ખાતે અરજી કરેલ અને તે અરજીને લગત સર્વે કરી તુમાર બનાવી આગળ મોકલવા માટે RFO પરેશ પટેલે સ્થળ પર જઈ સર્વે કરી અભિપ્રાય તૈયાર કરી તેઓની ઉપલી કચેરી ખાતે મોકલવા માટે એક અભિપ્રાય દીઠ 15,000 લેખે બે અભિપ્રાયના 30,000ની લાંચની માંગણી કરેલી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા RFO પરેશભાઈ પટેલ અને ખાનગી એક શખ્સ લાકડાનો વેપારી બંને ને ACB પોલીસે ઝડપી લેતા નાણાં સ્વીકાર્યા અંગેની જાણ કરતા, બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચ માંગી સ્વિકારી પકડાઈ ગયા જે બાબતે ACB એ કેશ નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.