મુલાકાત:નર્મદામાં વરસાદે વિરામ લેતાં બચાવકર્મીઓ SOUની મુલાકાતે

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીમોના લીડર સહિત 69 જેટલા જવાનોએ વિવિધ પ્રોજેક્ટ નિહાળ્યાં

નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લામાં રાહત બચાવની કામગીરીમાં સહાયરૂપ થવા સરકાર તરફથી એક NDRF અને ત્રણ SDRF ની ટીમો જિલ્લા પ્રસાશનની મદદમાં મૂકી છે.

ત્યારે જિલ્લામાં ભારે વરસાદને કારણે કરજણ નદીમાં ભારે પાણીને લીધે જૂના કોટ સ્મશાન વિસ્તાર અને હેલિપેડ વિસ્તારમાં ફસાયેલી કુલ 25 જેટલી વ્યક્તિઓને પોતાની જાનના જોખમે NDRF અને SDRF ની ટીમના સભ્યોએ રેસ્કયૂ કરીને જીવનની આશા છોડી દીધેલા આ 25 લોકોને નવજીવન બક્ષવાનું જે કામ કર્યુ છે તેને નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લાના પ્રજાજનોએ ઉદારતાથી બિરદાવી છે.

તેની સાથો-સાથ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રાજપીપલાની મુલાકાત દરમિયાન પણ NDRF અને SDRF ના આ જાંબાઝ જવાનો સાથેની સૌજન્ય મુલાકાતમાં ખૂબ જ આત્મીયભર્યો સંવાદ કરીને તેમની પીઠ થાબડવાની સાથે રેસ્કયૂ કામગીરીના દિલધડક ઓપરેશનમાં આ જવાનોએ ભજવેલી ભૂમિકાની મુક્તકંઠે પ્રસંશા કરી હતી.

આ NDRF અને SDRF ની ટીમના 69 જાંબાઝ જવાનો ને નર્મદા જિલ્લામાં કામગીરી કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા SOU ની વિઝીટ કરાવવામાં આવી અને તમામ જવાનોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની મુલાકાત લઈને સરદાર સાહેબને ભાવાજંલી અર્પી હતી.

અન્ય સમાચારો પણ છે...