આવેદન:શીરા ગામના દુકાન સંચાલક વિરુદ્ધ સાત ગામના લોકોની તંત્રને રજૂઆત

રાજપીપળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તિલકવાડા તાલુકામાં સસ્તા અનાજની દુકાન સંચાલકો સામે રેશનકાર્ડ ધારકોનો રોષ

તિલકવાડાના શીરા ગામે સસ્તા અનાજની દુકાન માંથી શીરા, કસુંદર, નવાપુરા, ઇન્દ્રમાં, વાંકોલ અને ફૂલવાડી આ સાત ગામના લોકો અનાજ લેવા જાય છે. શિરા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક ઓછું અનાજ આપતો હોવાની બૂમ ઉઠી હતી. ત્યાર બાદ સ્થાનિક ગ્રામજનોએ મામલતદારને લેખિત રજૂઆત કરી હતી અને તેના ભાગ રૂપે દુકાન સંચાલક વિરૂધ્ધ તંત્ર દ્વારા 90 દિવસ માટે પરવાનો રદ કરાયો હતો. પરંતુ આ વાતને હજી 60 દિવસ પૂરા થયા છે. ત્યારે દુકાનદારે દુકાન ચાલુ કરી દેતા ગ્રામજનો રોષે ભરાયાં છે.

રાજપીપળા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ઉપરાંત સાત ગામના લોકોએ આક્ષેપ કર્યોછે કે શિરા ગામના સસ્તા અનાજ ની દુકાન ચલાવતા દુકાનદાર, મનફાવે તેમ જાતિ વિરુદ્ધ બોલેછે, પાવતી પ્રમાણે અનાજ પણ આપતો ન હોવાની વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પૂરવઠા વિભાગ કહેછે ઓનલાઈન બધું થઈ ગયું છે છતાં ગ્રાહકોને સસ્તા અનાજની દુકાનો વાળા મળવા પાત્ર કરતા ઓછું અનાજ આપી ને છેતરે છે.જેને તાલુકા પુરવઠા અધિકારી કે જિલ્લા માંથી પીઠબળ મળતું હોય એવો ગ્રામજનો આક્ષેપ લગાવે છે. કલેક્ટર તપાસ કરાવે તો તિલકવાડાની સસ્તા અનાજની દુકાનોમાંથી અનેક ગેરરીતિઓ નીકળે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...