• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Ramzat Of Ras Garba At Durga Mataji Temple In Rajendra Nagar Society, Grand Program Of Ras And Garba With The Main Objective Of Preserving Culture.

મારું મન મોર બની થનગાટ કરે...:રાજેન્દ્ર નગર સોસાયટીમાં દુર્ગા માતાજીના મંદિરે રાસ ગરબાની રમઝટ, સંસ્કૃતિ જતનના મુખ્ય હેતુ સાથે રાસ અને ગરબાના ભવ્ય કાર્યક્રમ

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા

નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળામાં છેલ્લાં 25 વર્ષથી રાજેન્દ્ર નગર સોસાયટીના દુર્ગા માતાજીના મંદિરે શ્રી દુર્ગા ભજન મંડળ અને રાજેશ્વરી મહિલા મંડળ દ્વારા સંસ્કૃતિ જતન કરવાના મુખ્ય હેતુ સાથે રાસ અને ગરબાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તમારી સોસાયટી કે શેરીના ગરબાના વીડિયો-ફોટો અમને મોકલો અને જોવા ડાઉનલોડ કરો
દિવ્યભાસ્કર એપ...
શારદાબેન ઠક્કર, જ્યોતિબેન શુક્લ, નર્મદાબેન પટેલ, હંસાબેન પાદરીયા, રક્ષાબેન રાણા, કાશ્મીરાબેન ભટ્ટ, મિનાક્ષીબેન નિલેશભાઈ અટોદરિયા, શીતલબેન પટેલ, વૈશાલીબેન પટેલ, બીનાબેન વિરેન્દ્રસિંહ પરમાર, અરુણાબેન દુષ્યંતસિંહ રાઉલજી સહિતની મહિલા આગેવાનો દ્વારા નવરાત્રિના 15 દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.

વિવિધ સ્થળોએ લોક પરંપરાઓ, સંગીત અને નૃત્યની રમઝટ જોવા મળે છે. ગુજરાત આ બાબતમાં પણ ઘણું સમૃદ્ધ છે.દાંડિયા અને ગરબા અહીંના મુખ્ય લોકનૃત્યો છે. અહીંની મહિલાઓ માત્ર ઘરોમાં જ નહીં, બહાર પણ ભવ્ય નવરાત્રિમાં ઉજવણીમાં પરંપરાગત વસ્ત્રોમાં દેવીના ગીતો પર ગરબા કરતી જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...