એક જ દિવસમાં બે આપધાતની ઘટના:રામપુરા ગામે મૃત પિતાને યાદ કરતી દીકરીએ દવા પી લેતા મોત નિપજ્યું...તિલકવાડાના કાટકોય ગામની યુવતીએ ઝેરી દવા પીતા આપઘાત કર્યો

નર્મદા (રાજપીપળા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રામપુરા ગામે મૃત પિતાને યાદ કરતી દીકરીએ દવા પી લેતા મોત નિપજ્યું. જ્યારે તિલકવાડાના કાટકોય ગામની યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરતા મોત નીપજ્યું હતુ.

પિતાની યાદમાં ઝેરી દવા પી દીકરીએ આપઘાત કર્યો
મળતી માહિતી મુજબ દિવ્યાબેન અશ્વિનભાઇ તડવી (ઉ.વ.16)ના પિતાજી ચારેક મહિના અગાઉ મૃત્યુ પામ્યા હતા. જેથી દીકરી તેના પિતાને ખુબ યાદ કર્યા કરતી હતી અને ચિંતા વ્યક્ત કરતી હતી. પિતા ગુમાવ્યાના દુઃખમાં ઘરમાં મુકેલ કપાસ છાંટવાની દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતુ. જેની રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

તિલકવાડામાં યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, કિંજલબેન ગોવિંદભાઈ તડવી (ઉ.વ.24) ગઈ તારીખ 4ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી જતાં પ્રથમ સારવાર જનરલ હોસ્પીટલ રાજપીપળા ખાતે કરાવી વધુ સારવાર માટે તારીખ 5ના એસ.એસ.જી. હોસ્પીટલ વડોદરા ખાતે લાવવામાં આવી હતી. ત્યારબાદ સારવાર દરમ્યાન તારીખ 8ના રોજ આઈ.સી. યુ.માં તેનું મોત થતા તિલકવાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...