10 મો વાર્ષિકોત્સવ:રાજપીપળાની નવદુર્ગા શાળા પરિવારનો સપ્તરંગી વાર્ષિકોત્સવ કાર્યક્રમ રંગે ચંગે ઊજવાયો

નર્મદા (રાજપીપળા)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલના આદ્યસ્થાપક સ્વ.બાબુભાઈ રામચંદ્ર ભટ્ટની 110 મી જન્મ જયંતી નિમિતે નવદુર્ગા હાઈસ્કુલનો 10 મો સપ્તરંગી વાર્ષિકોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવમાં આવી હતી. જેમાં ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ, માજી ધારાસભ્ય પી.ડી. વસાવા સંસ્થાના એમ.ડી જયંતી પંડ્યા, મહેશ પટેલ તેમજ સુનંદા ભટ્ટ, આચાર્ય રીના પંડ્યા, નિમિષ પંડ્યા સહિત ટ્રસ્ટીગણ અન્ય મહાનુભવ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહાનુભાવોએ દીપ પ્રાગટય કરીને આ વાર્ષીકોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. શાળાના નર્સરી, પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચતરમાધ્યમિક સહિત વિજ્ઞાપ્રવાહની મળી કુલ 30 કૃતિઓ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.

શાળાના બાળકો દ્વારા પ્રાર્થના, ડાન્સ, સ્વચ્છ ભારત કી ઓર, વંદેમાતરમ, ગુજરાતની ગાથા, આદિવાસી નૃત્ય, ગરબા સહિત 30 જેટલી મનોરંજક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જે નિહાળી સૌ ઉપસ્થિત જનોએ આનંદનો અનુભવ કર્યો હતો. હાજર તમામ મહાનુભાવો દ્વારા તમામ બાળકોને શુભેચ્છઓ અને આશીર્વાદ આપી તેમની કલાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનારા સ્કૂલના મેનેજમેન્ટ અને સ્કૂલના શિક્ષકો તમામને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...