• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Rajpipla Police Set Up A Van To Arrest Drunkards In Ganesh Visaran; Blockade And Search Checking Of People Going To The Banks Of Karajan River

લુખ્ખા તત્વોને રોકવા પોલીસ સજાગ:ગણેશ વિસર્જનમાં રાજપીપળા પોલીસે પીધેલાઓને પકડવાની વાન મૂકી; કરજણ નદી કિનારે જતા લોકોનું નાકાબંધી કરી સર્ચ ચેકીંગ

નર્મદા (રાજપીપળા)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં આમ તો 1000 કરતા વધુ નાના મોટા ગણપતિ દાદાનું સ્થાપના કરવામાં આવે છે. જેમાં રાજપીપળા શહેર સહિત વિસ્તારના ગામોમાં સ્થાપના કરેલ 500 થી વધુ ગણપતિ દાદાનું કરજણ નદીમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું. જેમાં આ વિસર્જનમાં રાજપીપળા.પોલીસ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ નશીલા પદાર્થનું સેવન કરીને આવે અને નદીના પાણીમાં ડૂબી ના જાય એ માટે પોલીસે ખાસ તકેદારી રાખી એક સ્પેશિયલ વાન ઉભી રાખવામાં આવી હતી. જેના પર બોર્ડ.લગાવવામાં આવ્યું હતું કે પીધેલા શખ્સોને પકડવા માટેની વાન. જોકે સારી બાબત એ જોવા મળી હતી કે સાંજ સુધી આ વાન ખાલી હતી. પરંતુ આ વાન અને જેનાપર લખાયેલ લખાણ પર લોકોનું આકર્ષણ વધ્યું હતું.

નર્મદા પોલીસ અને રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા દારૂના દુષણને ડામવા સર્ચ ઓપરેશન કરી દેશીથી લઈને વિદેશી દારૂના બુટલેગરોને ઝડપી કડક ચેકીંગ કરી આ દારૂના દુષણને ડામી દીધું છે. છતાં વાર તહેવારે બુટલેગરો સક્રિય બનીને ચોરી છુપે વેંચતા હોય અને કોઈ વ્યક્તિ નશીલા માદક દ્રવ્ય પી ને ગણપતિ દાદાની જો મૂર્તિને વિસર્જન જાય ત્યારે આવા લોકોનો જીવ જોખમમાં ના મુકાય એ માટે.પોલીસે ખાસ તકેદારી રાખી તાલુકા પંચાયત પાસેથી જ ચેકીંગ કરીને કોઈને વાહનો પણ લઈ જવા નહોતા દેતા. જોકે પોલીસની સુરક્ષા બંધોબસ્ત અને કામગીરીને લઈને પ્રજા સુરક્ષિત પણ મહેસુસ કરતી હતી. અને માદક દ્રવ્યોનું સેવન કરનારા પોલીસ જોઈને સંતાઈ જતા હતા. ગણપતિ દાદાની.મૂર્તિનું વિસર્જન તો પાલિકાની ટીમોએ જ કર્યું હતું. આમ કોઈ પણ વિઘ્ન વગર શાંતિ પૂર્વક વિઘ્નહર્તા ગણપતિબાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...