રાજપીપળા એસટી ડેપોને સ્વચ્છતા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના હોવા છતાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. આવા સંજોગોમાં હોળીનો તહેવાર હોવા છતાં પગાર ચુકવવામાં નહિ આવતાં સફાઇ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયાં છે. દરેક સરકારી કચેરીઓમાં કે એસટી ડેપોમાં પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ રાખતા હોય છે પરંતુ અમુક કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓને સમયસર પગાર ચુકવવામાં આવતો નહિ હોવાથી તહેવારોનાં સમયમાં ગરીબ કર્મીઓની હાલત ખરાબ થઇ પડે છે.
રાજપીપળા એસટી ડેપોમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા છ જેવા કર્મચારીઓને બે મહિના પૂરા થવા છતાં હજુ સુધી પગાર નહિ મળતાં તમામ સફાઈ કર્મીઓએ હડતાળનું હથિયાર ઉગામ્યું છે. કર્મચારીઓનું કહેવું છે કે બે મહિના પૂરા થયા અને ત્રીજો મહિનો શરૂ થયો હોવા છતાં હજુ પગાર નાં રૂપિયા એમને મળ્યા નથી થોડાક દિવસમાં હોળી ધુળેટી નો તહેવાર છે. તો આ મોંઘવારી માં અમે અમારા પરિવારનું ગુજરાન કઈ રીતે પૂરું કરીયે માટે અમે પગાર નહી મળતાં હડતાળ પર ઉતર્યા છીએ અને કામ બંધ કર્યું છે.એમને નિયમિત પગાર મળે તેવી પણ અમારી માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.