નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે ગતરોજ લોક દરબાર યોજી લોકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરવાની પહેલ કરી હતી. જેના પગલે રાજપીપળાના એક ઈસમે વાવડી ગામના ઈસમ સામે પોલીસ ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. વાવડીનાં ઈસમ સામે ઇ.પી.કો.કલમ,384,506(2) તથા નાણાં ધીરનાર અધિનિયમ-2011ની કલમ-40,42,44 કાર્યવાહી હાથ ધરવામાં આવે એવો જિલ્લા પોલીસ વડા એ જારી કરતાં રાજપીપળા પોલીસ મથકમાં આરોપી સામે ગુનો દાખલ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ફરીયાદીએ જણાવ્યુ કે દિનેશ કનુભાઈ પંચાલ પાસેથી પાસેથી ટુકડે ટુકડે 1 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે આરોપીએ તા.8/4/18 થી સપ્ટેમ્બર-2022 દરમ્યાન મુદ્દલ રકમનું માસિક 10 ટકાના ઉંચા વ્યાજદરે 4 લાખ 84 હજાર 500 રૂપિયાની વસૂલાત કરી હતી. આરોપીએ ફરિયાદીને 1 લાખ આપ્યા છતાય 1.50 લાખ આપ્યાનું કહી ફરીયાદી પાસેની ચાઇનીઝ લારીનું સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવ્યું હતું, સાથે જ કોરા ચેક પર ફરિયાદીની સહી કરાવી હતી. આરોપીએ 1.50 લાખનો ચેક બેંક જમા કરાવ્યો હતો. જોકે, બેંકમાં રૂપિયા ન હોવાથી ચેક બાઉન્સ થયો હતો અને તેની નોટિસ ફરિયાદીને મોકલી હતી.
તેના પછી આરોપી ફરિયાદીની લારી પર આવી ધાકધમકી આપી લારી પર કબ્જો જમાવ્યો હતો અને કહ્યું હતું કે તારે હજુ 1.50 લાખ રૂપિયા આપવાના છે. જો રૂપિયા નહીં આપે તો ઘર પોતાના નામે લખાવી લઈશ અને ચાઈનીઝ લારી પર પોતાનો હક જમાવ્યો હતો. ફરિયાદીને અહીં ધંધો કરવા માટે ભાડું ચુકવવા કહ્યું હતું. આરોપીએ ફરિયાદીને જાનથી મારવાની પણ ધમકી આપી હતી. ફરિયાદીએ આરોપીને કુલ 4 લાખ 85 હજાર 500 રૂપિયા આપ્યા હતા. પોલીસે આ મામલે આરોપી દિનેશ પાંચાલ ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.