સ્મશાનનું વરસાદી પાણીમાં ધોવાણ:રાજપીપળામાં શેડ અને બ્લોકનું વરસાદી પાણીમાં ધોવાણ, અંતિમક્રિયામાં મુશ્કેલી

નર્મદા (રાજપીપળા)16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળા આદિવાસી સમાજના સ્મશાનનું વરસાદી પાણીમાં ધોવાણ થતાં અંતિમક્રિયામાં મુશ્કેલી

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા શહેરમાં આવેલા આદિવાસી સમાજના સ્મશાન માટે બનાવેલા શેડ અને આસપાસ લાગેલા બ્લોકનું વરસાદી પાણીમાં ધોવાણ થઈ જતાં અંતિમક્રિયા માટે આવનાર સમાજના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજપીપળા કરજણ નદી કિનારે આવેલા આદિવાસી સમાજના સ્મશાન માટે સમાજના લોકોએ બનાવેલો શેડ આમતો આજુબાજુમાં આવેલા માછી સમાજ તેમજ અન્ય એક સમાજના સ્મશાનમાં આવતા લોકો માટે પણ ખાસ ઉપયોગી થતો હતો. પરંતુ હાલમાં પડેલા ભારે વરસાદનાં કરજણ ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડાતા આ શેડ પાણીમાં તૂટી ગયો હતો અને આસપાસ વાવેલા વૃક્ષો પણ પાણીના પ્રવાહમાં તણાઈ જતા હાલ મૃતદેહો આવતા ત્યાં અંતિમક્રિયા માટે આવતા ત્રણ સમાજના સ્વજનોને તકલીફ પડતી હોય તંત્ર આ બાબતે ઘટતું કરે તેવી સમાજ આશા રાખી રહ્યો છે.

આ બાબતે સમાજના આગેવાન મહેશભાઈ વસાવા એ જણાવ્યું કે, આ શેડમાં ત્રણ સમાજના લોકો અંતિમક્રિયા સમયે બેસે છે માટે તડકા માં કે વરસાદમાં કોઈને તકલીફ ના પડે પરંતુ કરજણ ડેમમાંથી છોડાયેલા પાણીમાં અમે બનાવેલો શેડ ધોવાઈ ગયો હોય તંત્ર નવો શેડ કે નવું પાકું બાંધકામ કરી આપે તેવી અમે આશા રાખીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...