• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Purnesh Modi Visits Ektanagar Water Aerodrome; It Kept Silent On When The Seaplane Service, Which Has Been Closed For Two Years, Will Start

સી પ્લેન ફરી શરૂ થવા મામલે મંત્રીનું મૌન:પૂર્ણેશ મોદીએ એકતાનગર વોટર એરોડ્રામની મુલાકાત કરી; બે વર્ષથી બંધ સી પ્લેન સેવા ક્યારે શરૂ થશે એ વાત પર મૌન સેવ્યું

નર્મદા (રાજપીપળા)24 દિવસ પહેલા

નાગરિક ઉડ્ડયન મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી પૂર્ણેશ મોદીએ આજે શુક્રવારના રોજ કેવડિયા એકતાનગર વોટર એરોડ્રામની મુલાકાત કરી હતી. અમદાવાદથી કેવડિયા સીપ્લેન સેવા ફરી શરૂ થાય એ માટે રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ મોંન સેવ્યું હતું. તેમણે વોટર એરોડ્રામની મુલાકાત લીધી હતી અને નવી જેટી બનાવવાની વાત કરી પણ હજુ સી પ્લેન ફરી ક્યારે ઉડશે તે અંગે મૌન સેવી પ્રક્રિયા ચાલું છે તેમ જણાવ્યું હતું.

કેવડિયા એકતાનગર વોટર એરોડ્રામની મુલાકાત કરી
અમદાવાદથી કેવડિયા સી પ્લેનની સેવા છેલ્લા 2 વર્ષથી બંધ છે. જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી પૂર્ણેશ મોદી આજે શુક્રવારના રોજ કેવડિયા એકતાનગર વોટર એરોડ્રામની મુલાકાત કરી હતી. જેમાં વોટર એરોડ્રામનું રીનોવેશન અને જેટી નવી બનાવવાની વાત કરી હતી. પરંતુ સી પ્લેન સેવા ક્યારે ફરી શરૂ થશે એ વાત પર મૌન સેવી પ્લેનની વાત અંદર પ્રોસિઝરમાં છે એમ કહ્યું હતું. જો કે તેમણે પ્રવાસન ધામોમાં પ્રવાસીઓના અકસ્માતને લઈને જરૂરી તપાસ કરવાની વાત કરી હતી.

સી પ્લેન ફરી ક્યારે ઉડશે તે અંગે મૌન સેવ્યું
​​​​​​​ગુજરાતના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ એકતાનગર (કેવડીયા) ખાતેના વોટર એરોડ્રામની મુલાકાત લીધી ત્યારે સફાઈ અને રીનોવેશનની વાત કરી હતી. જો કે એરોડ્રામ આગામી 31 ઓક્ટોબરે ચાલુ થાય એવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. જેમાં 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવવાના હોવાથી ત્યારે સી પ્લેન પણ શરૂ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...