ભાજપમાં ભારે રોષ:રાષ્ટ્રપતિ માટે અશોભનીય શબ્દો વાપરવા મામલે કોંગી નેતા વિરૂદ્ધ રાજપીપળા ખાતે વિરોધ, કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ

નર્મદા (રાજપીપળા)20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીચોક ખાતે વિરોધ પ્રદર્શનની સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
  • અધીરંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ માટે અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો - BJP

નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ વિરૂદ્ધ અશોભનીય શબ્દ બોલવા બાબતે કોંગી નેતા વિરૂદ્ધ રાજપીપળા ગાંધીચોક ખાતે વિરોધ પ્રદર્શનની સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

સોનિયા ગાંધી જાહેરમાં માફી માગે તેવી માગ
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ તરીકે એન.ડી.એ.ના ઉમેદવાર અને આદિવાસી મહિલા દ્રોપદી મુર્મુજીનો ભવ્ય વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીએ દેશનું સર્વોચ્ચ પદ આપીને આદિવાસી સમાજને મોટું ગૌરવ આપ્યું છે. આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમવાર વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં એક આદિવાસી મહીલાને દેશનું સર્વોચ્ચ પદ મળ્યું છે, જે આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત છે . જેને બિરદાવાને બદલે કોંગ્રેસ પક્ષના નેતા અધીરંજન ચૌધરી એ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે રાષ્ટ્રપત્નિ તરીકે અશોભનીય શબ્દોનો ઉપયોગ કરીને ઇરાદાપૂર્વક અપમાનિત કર્યા છે.

રાજપીપળા ગાંધીચોક ખાતે વિરોધ પ્રદર્શન
આવેદનમાં વધુમાં જણાવાયું છે કે દ્રૌપદી મુર્મુજી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તે ખરેખર સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, તેમજ લોકતંત્રના જનક એવા ભારત દેશના ઉચ્ચ ગરિમા ધરાવતા પદનું અપમાન છે, તેમજ સમગ્ર દેશની મહિલાઓનું અપમાન છે. દેશભરના આદિવાસી સમાજની લાગણી આનાથી દુભાઇ છે. માટે રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જાહેરમાં માફી માંગે અને તેમની સામે કાયદાકીય પગલાં લેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવાાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...