• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Prohibition related Crime Accused Arrested At Tilakwada Police Station; The Accused Was Caught From Kukarda, Who Was Roaming Around For The Past Three Months

પોલીસની બાજ નજર:તિલકવાડા પોલીસ મથકે પ્રોહીબિશન અંગે નોંધાયેલા ગુનાનો આરોપી ઝડપાયો; છેલ્લા ત્રણ મહિનાથી નાસ્તો ફરતો આરોપી કુકરદાથી ઝડપાયો

નર્મદા (રાજપીપળા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંદીપસિંહ પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગ તથા પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. કાયદેસર કાર્યવાહી કરી અસરકારક કામગીરી કરવા માટે આપેલી સૂચના અનુસાર તિલકવાડા પોલીસ સ્ટેશનના પોલીસ એ.જી. ખોથ તથા પોલીસ સ્ટાફના માણસોને બાતમિ મળી હતી કે, તિલકવાડા પોલીસ મથકે પ્રોહીબિશન અંગે નોંધાયેલા ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસ્તો ફરતો આરોપી નસવાડી તાલુકાના કુકરદા ગામે છે.

બાતમીના આધારે તિલકવાડા પોલીસ સ્ટેશનના પોલીસ એ.જી. ખોથ તથા શૈલેષભાઈ, રમેશભાઈ સહિત અન્ય પોલીસ સ્ટાફના માણસોએ નસવાડી તાલુકાના કુકરદા ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. છેલ્લા ત્રણ મહિનાથી નાસ્તા ફરતા આરોપી બલાભાઇ સીમજીભાઇ ડુંભીલને ઝડપી પાડી આરોપીને તિલકવાડા પોલીસ મથકે લાવી આગળની લગતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...