ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો ચાઈનીઝ દોરાનો પતંગ ચકાવવામાં ઉપયોગ કરતા હોય છે. પંરતુ જે પ્લાસ્ટિક ટાઈપ દોરી હોય જીવલેણ હોય છે. જેથી ભારત સરકારે ચાઈનીઝ દોરી અને તુક્કલો બંને પર પ્રતિબંધ લગાવી જે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.
નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં 05 જાન્યુઆરી 23 થી 31 જાન્યુઆરી 23 સુધી ચાઇનીઝ તુક્કલ(સ્કાય લેન્ટર્ન) તેમજ પતંગ ચગાવવા માટે ચાઇનીઝ માંઝા, નાયલોન, અન્ય સિન્થેટીક માંઝા, પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરી, નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉત્પાદન, વેચાણ, ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-9173 ની કલમ-144 અને ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.