ભાસ્કર વિશેષ:નેશનલ ગેમ્સ સંદર્ભમાં 12મીએ રાજપીપળામાં કાર્યક્રમ

રાજપીપલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટુભાઇ પુરાણી સંકુલ ખાતે યોજાનારા કાર્યક્રમમાં મંત્રી વિનોદ મોરડીયા હાજરી આપશે

ગુજરાતના યજમાનપદે 29 મી સપ્ટેમ્બરથી 12 મી ઓક્ટોબર 22 દરમિયાન ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા 6 શહેરો ખાતે 36 મી નેશનલ ગેમ્સના કરાયેલા આયોજનના ભાગરૂપે “સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ” થીમ હેઠળ જિલ્લા કક્ષાએ “નેશનલ ગેમ્સ” અંગે હાથ ધરાયેલા જાગૃતિ અભિયાનના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં 12 મીથી 16 મી સપ્ટેમ્બર22 સુધી જિલ્લાની શાળા, કોલેજોમાં વિવિધ રમતોના આયોજન થકી 36 મી નેશનલ ગેમ્સના વ્યાપક પ્રસાર-પ્રચાર અંતર્ગત નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન ઘડી કાઢવા આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નિવાસી અધિક કલેકટર સી.એ.ગાંધીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વિવિધ સમિતિઓને સોંપાયેલી કામગીરી સુપેરે પાર પડે તે જોવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને ગાંધીએ ખાસ અનુરોધ કર્યો હતો.

બેઠકમાં થયેલી ચર્ચા મુજબ આ કાર્યક્રમ રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ સંકુલ ખાતે 36 મી નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજ્ય કક્ષાના મંત્રી વિનોદ મોરડીયાની ઉપસ્થિતિમાં યોજાશે. તેવી જ રીતે 13 મી અને 14 મી સપ્ટેમ્બરે જિલ્લાના તાલુકાઓમાં જે તે કોલેજોમાં તાલુકાકક્ષાના કાર્યક્રમો તેમજ 15 અને 16 મી સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ખાતે ઉક્ત નેશનલ ગેમ્સ અંગે અવેરનેશ કાર્યક્રમો યોજાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લા, તાલુકા અને શાળા કક્ષાએ યોજાનારા ઉપરોક્ત અવેરનેશ કાર્યક્રમો પ્રસંગે 12 મીએ જિલ્લા કક્ષાએ કબડ્ડી, વોલીબોલ અને રસ્સાખેચ સ્પર્ધાઓ યોજાશે. તદઉપરાંત 13 અને 14 મીના દિવસોમાં તાલુકા કક્ષાએ કોલેજોમાં ખોખો-કબડ્ડીની સ્પર્ધા યોજાશે તેમજ 15 અને 16 મીના રોજ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં લેગ ક્રિકેટ, મ્યુઝિકલ ચેર, રસ્સાખેચ, એથલેટીક, ચેસ, ખોખો-કબડ્ડી વગેરે જેવી સ્પર્ધાઓ યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...