મહિલાઓને લાભ લેવા પ્રેરિત કર્યા:ગરીબ પરિવારની મહિલાઓના જીવનમાં “પ્રધાનમંત્રી માતૃવંદના યોજના” પાથરી રહી છે અજવાળાં

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તંદુરસ્ત ભારતના નિર્માણ માટે મહિલાઓ અને બાળકોની ખાસ કાળજી રાખી રહી છે. મહિલા અને બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને વિવિધ સરકારી વિભાગો દ્વારા વિભાગીય યોજનાઓની ઘનિષ્ઠ અમલવારી પણ થઇ રહી છે. તેની સાથોસાથ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રાહબરીમાં ગુજરાત સરકાર દ્વારા પણ આવી યોજનાઓની ગામેગામ સુપેરે અમલવારી કરવામાં આવી રહી છે. આ યોજનાઓ થકી અનેક મહિલાઓના જીવનમાં રાજ્ય સરકારે અજવાળાં પાથર્યાં છે.

મહિલાને 5000ની સહાય વિવિધ તબક્કામાં આપવામાં આવે છે
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા મહિલાઓને વિવિધ તબક્કામાં એટલે કે મહિલાને ગર્ભાવસ્થાની જાણ થાય ત્યારથી લઈને પ્રસૂતિ થાય ત્યાં સુધી રૂપિયા 5 (પાંચ) હજારની સહાય આપવામાં આવે છે. ગામની આશા વર્કર બહેનો દ્વારા ગામમાં નિયમિતપણે નવપરિણીત દંપતિનો સર્વે કરવામાં આવે છે. સર્વે દરમિયાન સગર્ભા અવસ્થાની જાણ થતાં જ તેવી મહિલાની નોંધણી કરવામાં આવે છે. ત્યારબાદ આ યોજના હેઠળ મહિલાને 5000ની સહાય વિવિધ તબક્કામાં આપવામાં આવે છે. માત્ર એટલું જ નહીં પણ સગર્ભા મહિલાને દર મહિનાના પ્રથમ બુધવારે ઉજવાતા મમતા દિવસે આંગણવાડી કેન્દ્ર પર બોલાવીને વજન કરી તેનું બ્લડ પ્રેશર પણ માપવામાં આવે છે.

સહાય તબક્કાવાર બેંક ખાતામાં જમા થાય છે
અહીં વાત કરવી છે, નાંદોદ તાલુકાના કરાઠાં ગામની લાભાર્થી મહિલાઓની. માતૃવંદના યોજનાનો લાભ મેળવી લાભાન્વિત થયેલા યોગીનાબેન ધનવીરસિંહ ચૌહાણે જણાવ્યું કે, અમારા ગામના આશાવર્કર બહેને અમને “પ્રધાનમંત્રી માતૃવંદના યોજના” અંગેની સમજણ આપી હતી. તેઓ નિયમિત અમારા ઘરની મુલાકાતે આવતા હતા. જ્યારે મને ગર્ભાવસ્થા હોવાની જાણ થઈ ત્યારે “માતૃવંદના યોજના” લાભ મળવાપાત્ર હોવાથી સૌ પ્રથમ મારી નોંધણી કરવામાં આવી હતી. સગર્ભાવસ્થા દરમિયાન અમારી આશાવર્કર બહેન દ્વારા ખાસ કાળજી લેવામાં આવતી હતી. આ યોજનામાં મળવાપાત્ર 5000ની સહાય તબક્કાવાર મારા બેંક ખાતામાં જમા થઈ હતી. જેના થકી દવાખાનાની સારવાર કરાવવામાં અમને ખૂબ મદદ મળી છે.

અન્ય સમાચારો પણ છે...