• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Polling Was Held Through Postal Ballot For A Total Of 1902 Personnel Including Police SRP, Home Guard, GRD, Traffic Personnel Of Home Department In Rajpipla.

ચૂંટણીમાં ફરજ બજાવનારનું મતદાન:રાજપીપળામાં ગૃહ વિભાગના પોલીસ-SRP, હોમગાર્ડ, GRD, ટ્રાફિક જવાનો સહિત કુલ-1902 જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું

નર્મદા (રાજપીપળા)6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણી ફરજ ઉપરનાં ગૃહ વિભાગના પોલીસ-SRP, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક TRP ના જવાનો સહિત કુલ-1902 જવાનો માટે રાજપીપળામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટર સંકુલના ફેસીલીટેશન સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી યોજાયું મતદાન

જીતનગર પોલીસ હેડક્વાર્ટરમાં મતદાન કાર્યક્રમ યોજાયું
નર્મદા જિલ્લામાં આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને સંદર્ભે મતદાનનાં દિવસે નાંદોદ વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી ફરજ પર રહેનારાં ગૃહ વિભાગના પોલીસ-SRP, હોમગાર્ડ અને જીઆરડી અને ટ્રાફિક TRP ના જવાનો સહિત કુલ-1902 જવાનો, અધિકારીઓ/કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતુ. તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે નાંદોદ બેઠકના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણી હેઠળ રાજપીપળામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટરના સંકુલમાં ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર ખાતે યોજાયેલા મતદાનમાં ગૃહ વિભાગની તમામ શાખાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ અને પોલીસ જવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. પોસ્ટલ બેલેટથી બપોરે 1 વાગ્યા સુધીમાં 50 ટકાથી પણ વધુ મતદાન નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.

જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન
નાંદોદ વિધાનસભા મત વિસ્તારની બેઠકના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આજે ગૃહ વિભાગના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનના ફેસીલીટેશન સેન્ટરના કરાયેલા આયોજનમાં અહીં 609-હોમગાર્ડઝ, 776-GRD, 241- પોલીસ, 118-ટ્રાફિક TRP અને 158-SRP જવાનો સહિત કુલ-1902 જેટલા અધિકારીઓ/કર્મચારીઓ પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા કરાયેલી છે અને દરેક કર્મચારીને પોસ્ટલ બેલેટથી કઇ રીતે મતદાન કરવું તેની સાથોસાથ ડેક્લેરેશનમાં ફોર્મમાં સહી કરીને કઇ રીતે મુકવું તે બાબતો સમજાવવામાં આવી છે અને ઇન્કલુઝીવ અને એક્સેસીબલ મતદાન થાય તે માટેનો ચૂંટણી પંચનો આ ખૂબ જ સારો પ્રયાસ અને તે અંગેની વ્યવસ્થા હોવાનું ઉમેર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...