વ્યવસ્થા:નર્મદાના 1900 પોલીસ કર્મચારીઓનું મતદાન

રાજપીપળા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
જીતનગર ખાતે આવેલાં તાલીમ કેન્દ્ર ખાતે મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. - Divya Bhaskar
જીતનગર ખાતે આવેલાં તાલીમ કેન્દ્ર ખાતે મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
  • ચુંટણીના દિવસે ફરજ પર હોવાથી આગોતરૂ મતદાન કરાવાયું

નર્મદા જિલ્લામાં ચુંટણી ફરજ પર જનારા પોલીસ વિભાગના વિવિધ જવાનો માટે જીતનગર પોલીસ હેડકવાટર્સ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવ્યું હતું. 1,902 જેટલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટની મદદથી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નર્મદા જિલ્લામાં આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને સંદર્ભે મતદાનનાં દિવસે નાંદોદ વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી ફરજ પર રહેનારાં ગૃહ વિભાગના પોલીસ, SRP, હોમગાર્ડઝ અને જીઆરડી અને ટ્રાફિક TRP ના જવાનો સહિત કુલ 1,902 મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે.

રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટરના સંકુલમાં ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર ખાતે યોજાયેલા મતદાનમાં ગૃહ વિભાગની તમામ શાખાના પોલીસ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. જીતનગર ખાતે 609-હોમગાર્ડઝ, 776-GRD, 241- પોલીસ, 118-ટ્રાફિક TRP અને 158-SRP જવાનો સહિત કુલ-1902 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા કરાયેલ છે અને દરેક કર્મચારીને પોસ્ટલ બેલેટથી કઇ રીતે મતદાન કરવુ ,ડેક્લેરેશનમાં ફોર્મમાં સહી કરીને કઇ રીતે મુકવું સમજાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...