મનસુખ વસાવાએ કહ્યું...:આદિવાસીઓ પર રાજનીતિ કરનારાઓ ખોટા પ્રમાણપત્રના મુદ્દે લડી બતાવો

રાજપીપળા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસના રાહુલ ગાંધી પર નિશાન તાક્યું

ગુજરાતમાં આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્રો મેળવી આદિજાતિ કોટામાં નોકરી અને પ્રવેશ મેળવતા હોવાની વાત ને લઈને સાંસદ મનસુખ વસાવા એ મુદ્દો ઉઠાવ્યો અને જે બાબતે તેઓ લડત લડતા આવ્યા છે અને ભાજપ સામે પણ બાંયો ચઢાવી દેતા ત્યારે દાહોદમાં કોંગ્રેસના રાહુલ ગાંધી આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે બીજી બાજુ ભાજપ દ્વારા કેવડિયા ખાતે આદિજાતિ મોર્ચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

આવા પ્રંસગે સંસદે એક વધુ લેટરબોમ્બ લખી બંને પક્ષોને આપીલ કરી કે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો વિષે ચર્ચા કરી ખોટા પ્રેમપત્રો રદ થાય એ માટે જરૂર પ્રયાસ કરવામાં આવે એવી માગ કરી હતી. સાંસદે પોતાની લેખિત અપીલમાં જણાવ્યું હતું કે બંને પક્ષના નેતાઓને મારી અપીલ છે કે જો તેઓ આદિવાસીઓને ખરા અર્થમાં હક્કો મેળવવા માંગતા હોય તો સારું થશે કે વર્ષોથી ગુજરાતના બિન-આદિવાસી લોકોના હક અને હક્કો છીનવી રહ્યા છે.

આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈને જેના કારણે ગુજરાતના હજારો આદિવાસી યુવાનો તેમના હક્ક અને અધિકારોથી વંચિત રહી રહ્યા છે, તેની ચોક્કસ ચર્ચા કરો.મેં સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ગુજરાતની અનેક સંસ્થાઓએ આ અંગે આંદોલન પણ કર્યું હતું, જેના કારણે રાજ્ય સરકારે કાયદો બનાવ્યો હતો, પરંતુ ખોટા સર્ટિફિકેટવાળા રાજકીય નેતાઓના દબાણને કારણે તેમને મળવા જોઈએ તેવા પૂરા હક્કો અને અધિકારો મળી રહ્યાં નથી.

આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રનો મુદ્દો ગંભીર
ખોટા પ્રમાણપત્રો લઇ જનારાઓને રોકવામાં આવશે. આ બાબતે અમારી અમારી વિશ્લેષણ સમિતિ આનો અભ્યાસ કરી રહી છે. અમે કડક પગલાં એટલે નથી લીધા કે ખોટા પ્રમાણપત્રો રદ કરવામાં કોઈ સાચા વ્યક્તિ નું પ્રમાણપત્ર રદ ના થઇ જાય માટે તપાસ કરીને આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સાંસદ મનસુખભાઇ અમારા સિનિયર આગેવાન છે તેમનો મુદ્દો બિલકુલ સાચો છે એ પ્રમાણે અને કામગીરી પણ કરી રહ્યા છે.આદિવાસીઓ ને આ ભાજપ સરકાર અન્યાય નહિ થવા દે. > નરેશભાઈ પટેલ, આદિજાતિ મંત્રી ગુજરાત રાજ્ય.

અન્ય સમાચારો પણ છે...