સાવચેતી:કેવડિયા ખાતે આદિવાસી સંમેલનને તંત્રની મંજૂરી નહીં છતાં પોલીસ સતર્ક

કેવડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોતાનો હક્ક માંગવા માટે પણ લોકશાહી વાળા દેશમાં મંજૂરી ના મળતાં આદિવાસી સમાજમાં રોષ

કેવડિયા ખાતે આદિવાસી સમાજનાં વિવિધ મુદ્દાઓ અને માંગો ને લઈ આદિવાસી મહા સંમેલન અને રેલી યોજાનાર હતી જેની મંજૂરી માંગવામાં આવી હતી. જે અંગેની જાહેરાત પણ સોસીયલ મીડિયામાં અગાઉથી કરવામાં આવી હતી. પરંતુ sou ઓથોરિટી દ્વારા આ કાર્યક્રમ માટે મજૂરી આપવામાં આવી નથી . જેના કારણે સ્થળ પર કોઈ કાર્યક્રમ ન થાય તેને લઈ ને કેવડિયા વિસ્તારની અંદર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હેલીપેડ વિસ્તારથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુખ્ય ઓફિસની આજુબાજુના વિસ્તારની અંદર પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર સાફ સફાઈ નું કામ કરતા કર્મચારીઓ છૂટા કરવામાં આવ્યા હતા. તેઓ પણ ત્યાં ધરણા પર બેઠા હતા. તેઓને પણ ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે. સંમેલન યોજવા માટે મંજૂરી આપવામાં આવી નથી.આ કાર્યક્રમ યોજાનાર હતો. જેના કારણે પોલીસનો કાફલો અત્યારથી જ ખડકી દેવામાં આવે છે.

કોઇપણ જાતનો ઘર્ષણ કે કોઈ અન્ય કોઈ બનાવ ન બને તેના માટે પોલીસ 11 7 કર્યું, છતાં સરકારે આ અધિકારી પર પોલિસ ફરીયાદ જનોંધી નહીં,કેવડીયા વિસ્તારમાં જમીનો આપનારા પરિવાર અને ગરુડેશ્વર , નાંદોદ, તિલકવાડા તાલુકા નાં બેરોજગાર સ્થાનિક યુવાનો ને કાયમી નોકરી મુદ્દો આ તમામ મુદ્દાઓ લઈ આદિવાસીઓના હકોની માટે આ કાર્યક્રમ યોજવાના હતો પરંતુ તેની મંજુરી આપવામાં નથી આવી. આ અંગે પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપના સરકાર ના ઈશારે પરમિશન નહિ આપી એ તાનાસાહી છે.તમામ રાજકીય પક્ષો રેલી કરે છે ત્યારે પોલીસ છે.

અન્ય સમાચારો પણ છે...