નર્મદા જિલ્લામાં અકસ્માતના કેસોને નહિવત કરી વાહનચાલકો, શાળા-કોલેજના બાળકો સહિત જિલ્લાના પ્રત્યેક નાગરિકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવી નિયમોનું પાલન કરવા ટ્રાફિક જાગૃત્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વાહનચાલકોને ગુલાબના ફૂલ આપી નિયમોનું પાલન કરવા માટે પ્રેરિત કરાયાં હતાં.
નર્મદા જિલ્લામાં આવેલી ધારીખેડા સુગર ખાતે રોજ મોટી સંખ્યામાં વાહનો આવતાં હોય છે. શેરડીનું તથા ખેતીના અન્ય પાકોનું વહન કરતા બળદગાડાઓ, ટ્રેકટર અને ટ્રકોની અવરજવર રહેતી હોય છે. આ વાહનચાલકો માટે માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ટ્રક, ટ્રેકટર અને બળદગાડા હાંકતા લોકોને રોંગ સાઈડનો ઉપયોગ ન કરવા, વાહનનો વીમો ફરજીયાત રાખવા સહિત મર્યાદિત સ્પીડમાં વાહન ચલાવી પોતાની સાથે અન્ય નાગરિકોના જીવનની સુરક્ષા કરવા સુચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત અકસ્માતના બનાવો રોકવા માટે વાહનો પર રેડીયમ રીફ્લેક્ટર તથા પેમ્પ્લેટ રાઉન્ડ રેડીયમ રીફ્લેક્ટર લગાડવા સહિત ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાની સાથે અન્ય નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખવાના ઉમદા આશય સાથે \"ટૂંકો રસ્તો, ટૂંકું જીવન\" થીમ સાથે નાગરિકોને ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.નાગરિકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા તેમને ગુલાબના ફૂલ પર આપવામાં આવ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.