ST બસમાં ગાંજા સાથે 2 શખ્સો ઝડપાયા:ધનસેરા ચેક પોસ્ટ પર પોલીસની સધન ચેંકીગ, 1 લાખની ગાંજા સાથે મુદ્દામાલ જપ્ત

નર્મદા (રાજપીપળા)4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચુંટણીઓને અનુલક્ષીને નર્મદા જિલ્લાના મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા સરહદો ઉપર વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા ધનસેરા ચેક પોસ્ટ પાસે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં માદક પદાર્થ ગાંજો લાવતા એક મહિલા સહિત એક ઈસમને સાગબારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી.પાટીલ સહિતના પોલીસ સ્ટાફે ઝડપી પાડ્યા હતા અને રૂપિયા 99820 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સાગબારાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી પાટીલ સહિતના પોલીસ જવાનો ચેકીંગમાં હતા. જે દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય તરફના જલગાંવ તરફથી આવતી અને અંકલેશ્વર તરફ જતી બસને ઉભી રાખી તેની તપાસ કરતા બસમાં મુસાફરી કરતા આરોપી વટવા, અમદાવાદ રહેવાસી રઈસભાઇ રશિદભાઈ શૈખ પાસેથી 5.935 કિલોગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો, જ્યારે તેની સાથે મુસાફરી કરતી અન્ય એક મહિલા રીઝવાનાબાનું અનવર મન્સુરી પાસેથી સુકો ગાંજો 4.047 કિલો ગ્રામ મળી આવ્યું હતું. આ તમામ ગાંજાની મહારાષ્ટ્રની કિંમત રૂ.99820 તેમજ મોબાઈલ ફોન સહિત રોકડ રકમ મળી પોલીસે રૂપિયા 1 લાખની કિંમતનો લગભગ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓની પૂછપરછ કરતાં આ ગાંજો મહારાષ્ટ્રના ભૂષાવલનો આસિફ કે જેણે ગાંજાનો જથ્થો આ બંન્ને આરોપીઓ સાથે અમદાવાદની એક મહિલા બુટલેગર મુકીમ અપ્પાએ મંગાવ્યો હોઈ આ બંન્ને કેરિયર તરિકેનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું .જેથી આ બન્ને આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યાં હતાં. અને નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...