પોલીસ બંદોબસ્ત:રાજપીપળામાં ગણેશ વિસર્જન નિમિત્તે પોલીસની ફ્લેગ માર્ચ

રાજપીપળા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરક્ષાને લઇને પોલીસે વિસર્જન રૂટ પર ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવ્યો

રાજપીપળા શહેર સહિત આજુબાજુના નજીકના ગામોમાં ગણપતિદાદાની લગભગ 100 જેટલી નાની મોટી મૂર્તિઓનું સ્થાપન કરાવવામાં આવી છે.ત્યારે આ બધા ગણપતિદાદાની મૂર્તિનું વિસર્જન કરજણ નદી કિનારે થતું હોય છે. રાજપીપલા નગર પાલિકા ની ટીમ ક્રેન અને તરાપા સાથે મૂર્તિઓનું વિસર્જન કરાવી રહ્યા છે.

ગણેશ વિસર્જન નિમિત્તે રાજપીપળા ટાઉનમા કાયદો અને સુરક્ષા જળવાય એ માટે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ની સૂચના મુજબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ચેતના એન. ચૌધરીની આગેવાની હેઠળ રાજપીપળા માં પોલીસે ફ્લેગ માર્ચ કરવામાં આવી. જેમાં ટાઉન પીઆઇ જે. કે.પટેલ, પીએસઆઇ અને પોલીસ જવાનો રાજપીપલા ટાઉન માં ગણેશ વિસર્જન રુટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.

અગાઉ ગણેશ વિસર્જન ની તૈયારી અને સુરક્ષા ને લઈને નર્મદા પોલીસ અધિક્ષક દ્વારા 15 ફુટ ઉંચી મૂર્તિઓ ને કારણે વીજ વાયરો તૂટે નહીં કોઈને વીજ કરંટ લાગે નહીં કે જેતે વિસ્તારમાં મૂર્તિ પસાર કરવા વીજ વાયરો ઉંચા કરવા જતા અંધારપટ્ટ છવાય નહીં આ તમામ.કાળજી રાખવા ની સૂચના આપી હતી. જે મુજબ પોલીસ, વીજ કંપની અને પાલિકાના કર્મચારીઓ સાથે વિસર્જન રૂટ પર ફરી જરૂરી વ્યવસ્થા ઉભી કરી કર્મચારીઓ ને તૈનાત રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...