• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Police Flag March In Rajpipla Town On The Occasion Of Ganesha Visaran; Regarding Security, The Police Made Arrangements Everywhere

શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે તંત્ર તૈયાર:ગણેશ વિસર્જન નિમિત્તે રાજપીપળા ટાઉનમાં પોલીસની ફ્લેગ માર્ચ; સુરક્ષાને લઈને પોલીસે ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવાયો

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા શહેર સહિત આજુબાજુના નજીકના ગામોમાં ગણપતિદાદાની લગભગ 100 જેટલી નાની મોટી મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે આ તમામ ગણપતિદાદાની મૂર્તિઓનું વિસર્જન કરજણ નદી કિનારે થતું હોય છે. રાજપીપળા નગર પાલિકાની ટીમ ક્રેન અને તરાપા સાથે મૂર્તિઓનું વિસર્જન કરાવી રહી છે. જેથી વિસર્જન રૂટ પર પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.

ગણેશ વિસર્જન રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવી
ગણેશ વિસર્જન નિમિત્તે રાજપીપળા ટાઉનમાં કાયદો અને સુરક્ષા જળવાય એ માટે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ચેતના એન. ચૌધરીની આગેવાની હેઠળ રાજપીપળામાં પોલીસે ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. જેમાં ટાઉન પીઆઇ જે. કે.પટેલ, પીએસઆઇ અને પોલીસ જવાનો દ્વારા રાજપીપળા ટાઉનમાં ગણેશ વિસર્જન રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.

જરૂરી વ્યવસ્થા ઉભી કરી કર્મચારીઓને તૈનાત કરાયા
અગાઉ ગણેશ વિસર્જનની તૈયારી અને સુરક્ષાને લઈને નર્મદા પોલીસ અધિક્ષક દ્વારા 15 ફૂટ ઉંચી મૂર્તિઓને કારણે વીજ વાયરો તૂટે નહીં, કોઈને વીજ કરંટ લાગે નહીં કે જે-તે વિસ્તારમાં મૂર્તિ પસાર કરવા વીજ વાયરો ઉંચા કરવા જતા અંધારપટ્ટ છવાય નહીં આ તમામ કાળજી રાખવાની સૂચના અપાઈ હતી. જે મુજબ પોલીસ, વીજ કંપની અને પાલિકાના કર્મચારીઓને સાથે રાખી વિસર્જનના રૂટ પર જરૂરી વ્યવસ્થા ઉભી કરી કર્મચારીઓને તૈનાત રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...