લુખ્ખા તત્વોની ખેર નથી:રાજપીપળાની યુવતીને લીવ ઈન રિલેશન પૂર્ણ થયા બાદ ઓનલાઈન હેરાન કરનારા શખ્સ સામે પોલીસ ફરિયાદ

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં આવેલી એક સોસાયટીમાં રહેતી યુવતીને લીવ ઈન રીલેશન પૂરી થયા પછી યુવકે મોબાઈલ પર ઓનલાઇન હેરાનગતિ કરતાં રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળામાં રહેતી ભોગ બનનાર યુવતીની ફરિયાદ મુજબ નિખીલભાઈ દીનેશ ભાઈ વસાવા રહે. કાજી ફળીયું, કામરેજ, જિ. સુરતે ભોગ બનનાર યુવતીને લીવ ઇન રીલેશન પુર્ણ થયા બાદ પણ યુવતીના સગા સબંધીને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી તેમને યુવતીના ફોટા મોકલી બિભત્સ લખાણ લખતો હતો. આ સિવાય મોબાઇલ ફોન ઉપર વારંવાર ફોન કરી ઓનલાઇન પીછો કરી હેરાન કરી ધમકી આપી ગુનો આચરતાં રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...