તૈયારીઓ:PM મોદી આવી શકે છે એકતાનગરની મુલાકાતે

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમુક વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

આગામી જૂન જુલાઈ મહિનામાં કેવડિયા ખાતે પ્રધાનમંત્રીનો મોટો કાર્યક્રમ યોજાવાની શકયતાઓ તેજ બની છે. આગામી મહિનામાં પ્રધાન મંત્રીનો ગુજરાતનો પ્રવાસ છે જેમાં કેવડિયા નક્કી કરવામાં આવ્યું છે. કેવડિયા વિસ્તારમાં દક્ષિણ વિસ્તારના ટ્રાઇબલ બેલ્ટ ના 7 જિલ્લાના 2 લાખથી વધુ આદિવાસી મતદારો અને કાર્યકરોની સભા મોદી સંબોધશે એવી હાલ માહિતી મળી રહી છે.

આ બાબતે નર્મદા વહીવટી તંત્ર કે સત્તા મંડળની કોઈ સત્તાવાર જાહેરાત નથી પરંતુ અંદરખાને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીઓના ભાગ રૂપે નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા કેવડિયા નો ડ્રોન જાહેર કરવામાં આવ્યો છે, એક જાહેરનામાં ધ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ–ન્યુ ગોરા બ્રીજ–મોખડી ડેમ સાઈટ–CHPH/RBPH તેમજ ડાઇક નં.1 એરોડ્રામથી ડાઇક નં.4, ટેન્ટ સીટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને “NO DRONE ZONE” તરીકે જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...