"ખોટા લાભો લેનારા સામે કાર્યવાહી કરો":મોટીભમરી-પલસીમાં ખોટી રીતે સરકારી લાભ લેનારા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માગ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટીભમરી તથા પલસી ગામમાં ખોટી માહિતી આપી સરકારી લાભો લેનાર લોકો સામે કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉપરાંત શિક્ષાત્મક કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ કરી હતી.

કડકમાં કડક કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ કરી
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મોટીભમરી તથા પલસી ગામના લગભગ 25 જેટલા વ્યક્તિઓ પાસે સ્થાવર જંગમ મિલકત મોટા પ્રમાણમાં છે. તેમ છતાં સરકારને ખોટી માહિતી રજૂ કરી સરકારમાંથી ખોટા લાભો મેળવે છે. જેથી તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ગામજનોની વિનંતી છે. જેમાં ઘણા સરકારી-અર્ધસરકારી નોકરી કરે છે, ઘણા ઇસમોના પાકા મકાનો છે, ખેતીની જમીનો ધારણ કરી છે, ફોરવ્હીલ ગાડીઓ/ટ્રેક્ટર ધરાવે છે. છતાં પણ અંત્યોદર, બીપીએલ તથા એનએફએસના રેશનકાર્ડ ધરાવે છે. જેથી તેમના સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ કરી છે.

ખોટી માહિતી આપી સરકારી લાભો લેનારા સામે કાર્યવાહી કરવા રજૂઆત
​​​​​​​​​​​​​​આવેદનમાં ઉલ્લેખ કર્યા મુજબ તાજેતરમાં જ સરકાર તરફથી પણ જાહેરાત કરવામા આવી હતી કે ફોરવ્હિલ ગાડીઓ ધરાવતા હોય સરકારી/અર્ધસરકારી નોકરી કરતા હોય માસિક 10 હજાર ક૨તા વધારે પગાર મેળવતા હોય, જીવન નિર્વાહ માટે પુરતી ખેતીની જમીન ધરાવતા હોય તેવા લોકોએ સ્વેચ્છાએ અંત્યોદર, બીપીએલ તથા એનએફએસના રેશનકાર્ડ રદ કરાવી દેવા તેમ છતાં પણ ગામના આ વ્યક્તિઓ તેમના રેશનકાર્ડ રદ કરાવ્યા નથી અને સરકારમાંથી ખોટા લાભો મેળવે છે. જેથી અત્યારસુધી મેળવેલા લાભોની ગણતરી કરી વસુલાતની કાર્યવાહી કરી સરકાર તરફથી નક્કી કરેલી જોગવાઇ મુજબ તેઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા ગ્રામજનો એ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...