નર્મદા પરિક્રમાના માર્ગે દબાણ:તિલકવાડા મામલતદાર અને TDOને આવેદનપત્ર આપવામાં આવ્યું; રેંગણ ગામે ઉત્તર વાહીનીમાં રસ્તો ખુલ્લો કરવા માગ કરાઈ

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા

રેંગણ ગામે ઉત્તર વાહિનીમાં નર્મદાની પરિક્રમાના માર્ગ ઉપર કરેલા દબાણ દૂર કરવા બાબતે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ સાથે તિલકવાડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉત્તર વાહિનીમાં નર્મદા નદી જે કીડી મકોડી ઘાટના નામે ઓળખાય છે. તેનું ઐતિહાસિક મહત્વ રહેલું છે.

દબાણ દૂર કરીને રસ્તો ખુલ્લો કરવા માટે માગ
તિલકવાડા તાલુકાના રેંગણ ગામે ઉત્તર વાહિનીમાં નર્મદાની પરિક્રમા કરવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતાં હોય છે. આ પરિક્રમાના માર્ગ ઉપર કોઈ વ્યક્તિએ દબાણ કરેલું હોઈ જેથી પરિક્રમાનો રસ્તો બંધ થઈ જતાં ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દબાણ દૂર કરવા બાબતે રેંગણ ગામના ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ સાથે તિલકવાડા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને વહેલી તકે દબાણ દૂર કરીને રસ્તો ખુલ્લો કરવા માટે માંગ કરવામાં આવી છે.

500 વર્ષ અગાઉ પાંડવોએ પરિક્રમા કરી હતી
આ બાબતે ગ્રામજનો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, રેંગણ ગામે જ્યાં ઉત્તર વાહિનીમાં નર્મદા નદી જે કીડી મકોડી ઘાટના નામે ઓળખાય છે. એવી માન્યતા છે કે, આ સ્થળ ઉપર 500 વર્ષ અગાઉ પાંડવોએ પરિક્રમા કરી હતી તેવું આ ઐતિહાસિક સ્થળ છે.

નર્મદાની પરિક્રમા કરીને ધન્યતા અનુભવે
આ સ્થળ ઉપર દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવતાં હોય છે અને મા નર્મદાની પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે. આવા સ્થળ ઉપર એક વ્યક્તિએ કબજો કરીને ફેન્સીંગ કરીને દબાણ કરેલું છે. જેથી આ દબાણને દૂર કરવા માટે રેંગણ ગામના ગ્રામજનોએ આજે તિલકવાડા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...