હવેથી નર્મદા આરતીમાં વર્ચ્યુઅલી જોડાઓ:લોકો ઘેરબેઠાં મહાઆરતીનો લહાવો લઈ શકશે, ઇ-મેલમાં આરતીના ફોટા ઉપલબ્ધ થશે

કેવડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે, ત્યારે વારસણી અને હરિદ્વારમાં જેમ ગંગા આરતી થાય છે. તેમ નર્મદા મૈયાના ગોરા ઘાટે નર્મદા આરતી થાય એ માટે નર્મદાના ગોરા ઘાટે નર્મદા મહાઆરતીનું આયોજન કરાતાં પ્રવાસીઓનું આકર્ષણ બની ગયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લેસર શો સાથે મહાઆરતીનો ક્રેઝ પણ પ્રવાસીઓમાં વધ્યો છે, જેમાં ખાસ કરીને આ મહાઆરતી પ્રવાસીઓ પણ યજમાન બની કરાવી શકે એવી વ્યવસ્થાને પણ ખૂબ આવકાર મળ્યો છે, એમાં પણ હવે વર્ચ્યુઅલ મહાઆરતીની પણ વ્યવસ્થા ગોઠવી છે.

લોકો ઘેરબેઠાં તેમના નામની મહાઆરતી કરાવી શકે અને જે-તે યજમાનને તેમના ઈ-મેલ આઈડી પર આરતીના ફોટા મળી જાય અને પ્રસાદી બાય પોસ્ટ મળી જાય એવી સુંદર આયોજન કરતાં 100થી વધુ ભક્તો વર્ચ્યુઅલ આરતીનો લાભ લીધો છે.

પ્રસાદ ટપાલ મારફત મોકલવામાં આવશે
શૂલપાણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી ગોરા,એકતાનગર ખાતે નર્મદા મહાઆરતીની શરૂઆત કરવામાં આવી છે, જેમાં શ્રદ્ધાળુઓ આરતીના યજમાન બની શકે છે,કોઈ કિસ્સામાં શ્રદ્ધાળુઓ રૂબરૂ ન આવી શકે તો તેઓ વેબસાઈડ પરથી વર્ચ્યુઅલ આરતી પણ ઘરેબેઠા કરી શકે છે. તેવા યજમાન ને તેમના વતી કરાયેલ સંકલ્પ પૂજાનો ફોટો મેઈલથી મોકલાશે અને આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રસાદ ટપાલ મારફત મોકલવામાં આવશે. એવી સુવિધા હાલ શરૂ કરવામાં આવી છે. - રાહુલ પટેલ, જનસંપર્ક અધિકારી, SOU.

અન્ય સમાચારો પણ છે...