ધોધમાર વરસાદની શરૂઆત:નર્મદામાં મેઘરાજાની ગાજવીજ સાથે એન્ટ્રી અંગ દઝાડતી ગરમીથી લોકોને રાહત સાંપડી

રાજપીપળા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી 43 ડિગ્રી તાપમાનમાં લોકો શેકાતા હતા અને ગરમી સાથે બફારો પણ એટલો હતો કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જોકે સાંજ પડતા જ 6 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને પવન ફૂકવા લાવ્યો અને કેવડિયા વિસ્તારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.

એક કલાક જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ઝારવાણી, દુમખાલ સહિત ડેડીયાપાડા, સાગબારા ટીલકવાડા વિસ્તારમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદના આગમન સાથે ખેડૂતો પણ ગેલમાં આવી ગયા અને સતત વરસાદ પડશે તો વાવણી ની શરૂઆત કરશે. પરંતુ.વરસાદ ને કારણે ચારેકોર ઠંડક પ્રસરી હતી.

જંગલોથી ઘેરાયેલાં નર્મદા જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી બાદ હવે ભરૂચમાં પણ મેઘાના આગમનની રાહ જોવાય રહી છે. ભરૂચમાં લોકો ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. 35થી 37 ડીગ્રી તાપમાન વચ્ચે લોક ભઠ્ઠીનો અનુભવ કરી રહયાં છે. ભરૂચના આકાશમાં પણ વાદળોની ફોજ જોવા મળી રહી છે પણ વરસાદ વરસતો નથી. કેવડીયા તથા આસપાસના વિસ્તારમાં લોકોએ મોસમના પહેલાં વરસાદને માણ્યો હતો. ભુલકાઓ વરસાદમાં ન્હાવા માટે નીકળી પડયાં હતાં. ઝરવાણી, દુમખાલ સહિત ડેડીયાપાડા, સાગબારા, તિલકવાડામાં પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...