ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ હેઠળ 30 અને 31 મે એમ બે દિવસ સુધી રાજપીપળામાં રોકાયા હતા.એ દરમીયાન તેઓએ વકીલો વેપારીઓ, ડોક્ટરો, સાધુ-શંતો, સહકારી આગેવાનો, સાહિત્યકારો, રિટાયર્ડ કર્મચારીઓ અને સમાજના આગેવાનો સાથે સીધો સંવાદ કરી એમના પ્રશ્નોને સાંભળ્યા હતા.સી.આર.પાટીલે નર્મદા જિલ્લા ભાજપનાં કાર્યકરોને વ્યક્તિગત સાંભળી એમને પડતી મુશ્કેલીઓ જાણી હતી.
સી.આર.પાટીલે રાજપીપળા ખાતે નર્મદા કમલમ કાર્યલયના નિર્માણ માટે ખાત મુહૂર્ત કર્યું.સી.આર.પાટીલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા ભાજપનું સંગઠન મજબૂત છે, અમે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યા છે.
રાજપીપળા ટાઉન હોલમાં ગરીબ કલ્યાણ સંમેલનમાં હાજર સી આર પાટીલે જણાવ્યું હતું કે પી.એમ મોદીએ કોરોનામાં લોકોને મફત અનાજ આપ્યું કોઈ ભૂખ્યા સુવા દીધા નથી.મોદીજી એક બટન દબાવે છે અને ખેડૂતોને સહાય મળે છે.ખેડૂતોના કપાસની ચિંતા કરી તુવેર દાળ સહિત કઠોળ અનાજના ભાવો સારા મળ્યા છે.
લીંબુના ઊંચા ભાવ ખેડૂતો માટે સારી વાત
લીંબુના ભાવ વધારા પર મજાક ઉડાવતા લોકોને સી.આર.પાટીલે કહ્યું હતું કે લીંબુ મોંઘા થયા એટલે કેટલાક લોકો લગ્નોમાં લીંબુ ગીફ્ટના આપી મજાક ઉડાવે છે.પણ જ્યારે કાંદા કે લીંબુનો ભાવ ઓછો હોય ત્યારે ખેડૂતોએ એ જ કાંદા અને લીંબુ રસ્તા પર નાખવાનો વારો આવે છે ત્યારે કેમ કોઈ એમને સપોર્ટ કરતા નથી, આજે ખેડૂતોને લીંબુના ઊંચા ભાવ મળે છે તો શું વાંધો હોઈ શકે, 2-3 મહિના ખેડૂતો કમાતા હોય તો કમાવવા દેવા જોઈએ. - સી.આર પાટીલ,
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.