• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Parameswaram Iyer's Meeting With The Narmada District Administration; Reviewed The Targets Achieved In The Infrastructure Sector

નીતિ આયોગની ટીમ નર્મદાની મુલાકાતે:પરમેશ્વરમ અય્યરની નર્મદા જિલ્લા પ્રશાસન સાથે બેઠક; માળખાગત સુવિધાઓ ક્ષેત્રે હાંસલ કરાયેલા લક્ષ્યાંકોની સમીક્ષા કરી

નર્મદા (રાજપીપળા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય નીતિ આયોગના મુખ્ય કારોબારી અધિકારી (CEO) પરમેશ્વરમ અય્યરે એકતાનગર (કેવડીયા) સર્કીટ હાઉસ ખાતે નર્મદા અને દાહોદ જિલ્લા પ્રસાશન સાથે સમીક્ષા બેઠક યોજી હતી. પરમેશ્વરમ અય્યરે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન એકતાનગર (કેવડીયા)ના સરકીટ હાઉસ ખાતે નર્મદા અને દાહોદ જિલ્લા પ્રસાશનના જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા આયોજન અધિકારીઓ સહિત આ બન્ને જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત આ જિલ્લાઓમાં કેન્દ્રીય નીતિ આયોગના પેરામીટર્સ મુજબ શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, સિંચાઇ, કૌશલ્ય વર્ધન, ફાઇનાન્સિયલ ઈન્ક્લુઝન સહિત માળખાગત સુવિધાઓ ક્ષેત્રે આજદિન સુધી હાંસલ કરાયેલ લક્ષ્યાંક સિદ્ધિની સમીક્ષા કરી હતી અને નિયત કરેલા પેરામિટર્સ મુજબની લક્ષ્યાંક સિધ્ધિ માટે તેમણે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા કલેકટર ડૉ.હર્ષિત ગોસાવી, નર્મદા જિલ્લા વિકાસ અધિકાર અંકિત પન્નુ અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, નર્મદાના જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે અને દાહોદના જિલ્લા આયોજન અધિકારી એસ.જે.પંડ્યા સહિત બન્ને જિલ્લાના શિક્ષણ, આરોગ્ય-પોષણ, કૃષિ-સિંચાઇ, પશુપાલન, ઔદ્યોગિક તાલીમ, પાણી પુરવઠા-વાસ્મો વગેરે જેવા વિભાગોના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં કેન્દ્રીય નિતિ આયોગના મુખ્ય કારોબારી અધિકારી પરમેશ્વરમ અય્યરના અધ્યક્ષપદે યોજાયેલી ઉક્ત સમીક્ષા બેઠકમાં નર્મદા અને દાહોદ જિલ્લા પ્રસાશન દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત આજદિન સુધી થયેલી કામગીરી-સિદ્ધિઓ અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જરૂરી આંકડાકીય વિગતો સાથેની જાણકારી નીતિ આયોગની ઉક્ત ટીમને પુરી પડાઇ હતી.

આ બેઠકબાદ કેન્દ્રીય નીતિ આયોગના મુખ્ય કારોબારી અધિકારી પરમેશ્વરમ અય્યરના વડપણ હેઠળની નીતિ આયોગની ટુકડી એકતાનગર (કેવડીયા કોલોની) ખાતે વિરભગતસિંહ પ્રાથમિક શાળા ખાતે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારા માટે નર્મદા જિલ્લા પ્રસાશન દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો પૈકીના ડીજીટલ એજ્યુકેશન અંતર્ગત શાળામાં કાર્યકરત બે સ્માર્ટ ક્લાસ રૂમની મુલાકાત લઇ સ્માર્ટ ક્લાસ રૂમ શિક્ષણમાં કઇ રીતે મદદરૂપ બની શકે છે અને તેનાથી નર્મદા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે થયેલા ફાયદા સંદર્ભે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત અને સુંદર માહિતી-જાણકારી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...