તલાટીઓએ સરકાર સામે બાંયો ચડાવી:નર્મદાના 500થી વધુ તલાટી કમ મંત્રીઓ પડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા હડતાલ પર, તમામ તાલુકા મથકો પર TDOને આવેદન પાઠવ્યું

નર્મદા (રાજપીપળા)15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા અચોક્કસ મુદતની હડતાલ
  • પોતાની માંગો ને લઈને તલાટી મંડળે તમામ તાલુકા મથકો પર TDOને આપ્યુ આવેદન

નર્મદા જિલ્લામાં 550 ગામોમાં 350થી વધારે ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા 500થી વધુ તલાટી કમ મંત્રીની ફરજ બજાવતા કર્મચારીઓ અને રાજ્યના લાખો કર્મચારીઓ પોતાની માંગોને લઈને સરકાર સામે બાંયો ચઢાવી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા કામગીરીઓ ઠપ્પ થઈ ગઈ છે. તમામ તલાટી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ 2 ઓગસ્ટથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી તથા તારીખ 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ માન સન્માન સાથે ફરકાવશે. આ સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી 2 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર તમામ તલાટી કમ મંત્રીના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળમાં જોડાયેલા રહેશે. અને હડતાળ સાથે જિલ્લા કલેકટર ને પણ આ બાબતનું આવેદનપત્ર આપશે પોતની માંગણી કરશે.

તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી
નર્મદા જિલ્લા સહિત સમગ્ર રાજ્યના તલાટી કમ મંત્રીઓએ પોતાની કેટલીક પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા ગ્રામ પંચાયતોના વહીવટને કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. ત્યારે પોતાની માંગણી ઓ રાજ્ય સરકારને પહોંચાડવા તમામ તાલુકા મથકો પર તાલુકા મંડળે તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

નર્મદાના 500થી વધુ તલાટી કમ મંત્રીઓએ સરકાર સામે બાંયો ચડાવી
નર્મદા જિલ્લામાં 550 ગામોમાં 350થી વધારે ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા 500થી વધુ તલાટી કમ મંત્રીની ફરજ બજાવતા કર્મચારીઓ અને રાજ્યના લાખો કર્મચારીઓ પોતાની માંગોને લઈને સરકાર સામે બાંયો ચઢાવી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા કામગીરીઓ ઠપ્પ થઈ ગઈ છે. તમામ તલાટી તરીકે ફરજ બજાવત કર્મચારીઓ 2 ઓગસ્ટ થી ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી તથા તારીખ 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ માન સન્માન સાથે ફરકાવશે. આ સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી 2 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર તમામ તલાટી કમ મંત્રીનો પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળમાં જોડાયેલા રહેશે. અને હડતાળ સાથે જિલ્લા કલેક્ટરને પણ આ બાબતનું આવેદનપત્ર આપશે.

અન્ય સમાચારો પણ છે...