ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી:નર્મદા જિલ્લાના 2000થી વધુ શિક્ષિત સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ચાલુ કરવા સરકાર વિરુદ્ધ આંદોલન છેડ્યું

નર્મદા (રાજપીપળા)23 દિવસ પહેલા

જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, તલાટી કમ મંત્રી, આરોગ્ય આધિકારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ સહીત 2000 થી વધુ કર્મચારીઓ એક સાથે રસ્તા ઉપર ઉતરી જઈ સરકાર વિરોધી નારાબાજી કરી રેલી કાઢી મુખ્ય મંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રસ્તાપર ઉતારેલો આ શિક્ષિત કર્મચારીઓએનો જુવાળ ખુબ આક્રમક બન્યો છે. આ વર્ષે આ પાર કે પેલી પરની રાજનીતિ કરવા તૈયાર થયા છે.

મોટી સંખ્યામાં શિક્ષિત વર્ગ એક જૂઠ થઈને સરકારને ચીમકી આપી કે અભણ અને 8 પાસ ધારાસભ્યો અને સાંસદો આખી જિંદગી પેન્શન લે છે પણ જે કર્મચારીઓ ભણીગણી સરકારી નોકરી મેળવે છે તેને પેન્શન નહિ આપવાનું એ કેવો ન્યાય? અમે 40 વર્ષો સરકાર માટે પસીનો પાડીયે અને છેલ્લે પેન્શન ન આપતી આ સરકારને આગામી ચૂંટણીમાં માઠા પરિણામો ભોગવવા તૈયારી રાખાવાની ચીમકી આ કર્મચારીઓએ આપી છે. ત્યારે હવે સરકારે ચિતા કરવી જરૂરી બની છે કે જો આ પેન્શન યોજના મંજુર ન કરી તો મોટું નુકસાન થઇ શકે છે.

જૂની પેન્શન યોજના સહીત અમારી 15 જેટલી પડતર માંગણીઓ છે. આ વખતે તમામ સંઘો જે અલગ અલગ આંદોલન કરતા હતા હવે એક સાથે આંદોલન કરી રહ્યા છે. ઇતિહાસમાં પ્રથમવખ બની રહ્યું છે કે રાજ્યની 75 જેટલી કર્મચારી સંઘઠનો એક સાથે એક બેનર હેઠળ આંદોલન કરી રહી છે. આજે જિલ્લા કક્ષાએથી આંદોલન કર્યું રેલી આવેદન પત્ર આપ્યું હવે ગાંધીનગર આંદોલન કરીશું. છતાં સરકાર ન માની તો અમે ઉગ્ર આંદોલન કરીશું પણ અમારો હક્ક લઈને જંપીશું, નેતાઓને પેન્શન મળે છે, તો અમને કેમ નહિ?: સુરેશભાઈ ભગત (ગુજરાત રાજ્ય કમર્ચારી મહામંડળ પ્રમુખ)

સરકાર કર્મચારીઓની માંગ સ્વીકારે એ જરૂરી બન્યું છે. કારણ કે કર્મચારીઓ ખુબ કામ કરે ત્યારે તેમને ઘડપણ માં પેન્શન મળે તો તેનું જીવન નિર્વાહ થાય હાલ અમે કર્મચારીઓ મક્કમ છે કે જૂની પેન્શન પ્રથા ચાલુ કરવામાં આવે તોજ અમે સરકાર સાથે રહીશું નહિ તો હજુ જલદ કાર્યક્રમ કરીશું. આ સરકારના મંત્રીઓ મગરની ચામડી ધરાવતા અમારા કર્મચારીઓનું લોહી પીવે છે અને પોતે પેન્શન લે છે એ ના થવું જોઈએ બસ જૂની પેન્શન યોજના આપીને અમારા કર્મચારીઓને ખુશ કરી દે એટલી માંગ છે.- દિગ્વીજયસિંહ રાઠોડ (માધ્યમિક શિક્ષણ સંગ પ્રમુખ નર્મદા)

અન્ય સમાચારો પણ છે...