બાળકોનો આનંદ મેળો:તારોપા ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન; બાળકોએ કાર્યક્રમમાંથી 2500 રૂપિયા કમાયા

નર્મદા (રાજપીપળા)14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રાથમિક શાળા તરોપા ખાતે આનંદ મેળાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા જ તૈયાર કરવામાં આવેલી જુદા જુદા 23 ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. તેનું સંપૂર્ણ સંચાલન બાળકો દ્વારા જ કરવામાં આવ્યું હતું. આનંદ મેળાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત સદસ્ય રશ્મિકાબેન વસાવા અને જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ જી. વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા બાળકોને આનંદમેળાના મહત્વ વિશે વાત કરવામાં આવી હતી. ત્યારબાદ રીબીન કાપીને આનંદ મેળાના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આનંદ મેળાની મુલાકાત માટે નાંદોદ તાલુકાના બી.આર.સી કો ઓર્ડીનેટર ચિરાગભાઈ મપારા પણ આવ્યા હતા. તેમજ આનંદ મેળાની મુલાકાત માટે શાળાના બાળકો, વાલીઓ, એસ.એમ.સી.ના હોદેદારો આજુબાજુની શાળાના સભ્યો, માધ્યમિક શાળાના શિક્ષકો અને બાળકો, આસપાસ શાળાઓના શિક્ષકોએ પણ મુલાકાત લીધી હતી. આનંદમેળાનું બાળકો દ્વારા ખૂબ સારી રીતે સંચાલન કરવામાં આવ્યું હતું અને લગભગ બાળકો દ્વારા 25 હજારની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. ખાસ ભાગ લેનાર તમામ બાળકોને અને તેમને મદદરૂપ થનાર શાળાના શિક્ષકને શાળા પરિવાર વતી બિરદાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...