ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગરના સ્ટેટ ડાયરેક્ટર મનીષા શાહના માર્ગ દર્શનથી નહેરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા આઇટીઆઇ વાગડીયા (સ્ટેચ્યુ ઓફ યુનિટી ) ખાતે યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સંપૂર્ણ પોગ્રામ તા. 17/03/2023ના રોજ સવારે 9 કલાકે યોજાશે. કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે કાવ્યલેખન, ચિત્રકામ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા, તેમજ સાંસ્કૃતિક સ્પર્ધા (ગ્રુપ ડાન્સ) વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં અંદાજિત 200 જેટલાં પ્રતિભાગી ભાગ લેશે.
તમામ સ્પર્ધાઓમાં 1થી 3 નંબરના વિજેતા જાહેર કરવામાં આવશે. તેમજ આ વિજેતા પ્રતિભાગીઓને રોકડ ઈનામ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. યુવાનોમાં રહેલી સ્કીલ, ઉત્સાહને વેગ મળે એ માટે સરકારના આ પ્રયોગથી જે વિજેતા હશે એમને સ્ટેટ લેવલે મોકલવામાં આવશે. કાર્યક્રમમાં આઇટીઆઇ વાગડીયાના પ્રિન્સિપાલ, સ્ટાફ, વહીવટી તંત્ર નર્મદા, તેમજ નર્મદા સેવાકીય સંસ્થા, તેમજ નહેરુ યુવા કેન્દ્ર નર્મદા જિલ્લાના યુવાનોનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે.
વધુમાં નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજક વી.બી. તાયડે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના યુવા પ્રતિભાગીઓ વધુમાં વધુ સંખ્યામાં જોડાય અને આ કાર્યક્રમને સફળ બનાવે તેવો અનુરોધ કરવામાં આવે છે. વધુ માહિતી માટે જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર નર્મદા કચેરીનો સંપર્ક કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.