બે દિવસીય કોન્ફરસન્સનો શુભારંભ:એકતાનગર ટેન્ટસીટી-2 ખાતે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદનું આયોજન

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા

એકતાનગર નર્મદા ટેન્ટસીટી-2 ખાતે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા 15 અને 16મી ઓક્ટોબર 22 દરમિયાન ગુજરાતના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ટેન્ટસીટી 2 ખાતે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી કિરેન રિજીજુના અધ્યક્ષસ્થાને બે દિવસીય કોન્ફરસન્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા અને કોન્ફરન્સને શુભેચ્છાઓ આપી હતી.

રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોન્ફરન્સમાં જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે આયોજિત દેશના કાયદામંત્રી અને સચિવોની પરિષદને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરતા જણાવ્યું કે, દરેક સમાજમાં તે સમયગાળાને અનુરૂપ ન્યાયતંત્ર અને વિવિધ પ્રક્રિયાઓ અને પરંપરાઓ વિકસિત થતી રહી છે. સ્વસ્થ સમાજ માટે, આત્મવિશ્વાસપૂર્ણ સમાજ માટે, દેશના વિકાસ માટે વિશ્વસનીય અને ઝડપી ન્યાય વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. જ્યારે ન્યાય મળતો જોવા મળે છે, ત્યારે દેશવાસીઓનો બંધારણીય સંસ્થાઓમાં વિશ્વાસ મજબૂત થાય છે. જ્યારે ન્યાય મળે છે ત્યારે દેશના સામાન્ય માણસનો આત્મવિશ્વાસ પણ તેટલો જ વધે છે. તેથી, દેશની કાયદો અને વ્યવસ્થાને સતત સુધારવા માટે આવી પરિષદો ખૂબ જ મહત્વપૂર્ણ છે, ની વાત કરી 5 જીની સ્પીડમાં ઓનલાઈન કોર્ટ કરવા, પેપર મુક્ત વહીવટ કરવાની ચર્ચા કરી હતી. સાથે દેશમાં કોર્ટની કાર્યવાહી ઝડપી બનાવવા સાથે, પેન્ડિંગ કેશોનો નિકાલ અને કાયદા અને વ્યવસ્થાઓ માટે કોર્ટ હાઇકોર્ટ સહિત ઉચ્ચ કોર્ટોમાં થતી કામગીરીને લઇને જરૂરી બદલાવ લાવવાની વાત કરી હતી.

દરેક નાગરિક માટે ઝડપી અને સરળ ન્યાયની ઉપલબ્ધિ અમારો સંકલ્પ​​​​​​​: મુખ્ય મંત્રી​​​​​​​
જયારે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વર્ચ્યુઅલી રીતે કોન્ફરન્સમાં જોડાઈને ઝડપી ન્યાયની ખાતરી માટે નવી ટેકનોલોજીના વિનિયોગનો અનુરોધ કર્યો હતો. ગુજરાત સરકારે ન્યાય તંત્રને જરૂરી અદ્યતન માળખાકીય સુવિધાઓના વિકાસ અને જરૂરી માનવ સંપદાની ઉપલબ્ધિનું આયોજન કર્યું છે. ગયા વર્ષના અંદાજપત્રમાં પણ કાયદા અને ન્યાય વિભાગ માટે 1700 કરોડની જોગવાઈ કરી હતી. તેમણે કહ્યું કે, ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાએ લોક તંત્રનો પાયો છે, દરેક નાગરિક માટે ઝડપી અને સરળ ન્યાયની ઉપલબ્ધિ અમારો સંકલ્પ છે.

અન્ય સમાચારો પણ છે...