આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023:સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રીજા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન; દેશ-વિદેશથી પતંગરસિયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા

કેવડિયા એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વ્યુહપોઇન્ટ 1 ખાતે ત્રીજીવારનો “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023” ગુજરાત પ્રવાસન અને નર્મદા જિલ્લા પ્રસાશનના સંકલનથી યોજાયો હતો. જેને ભરૂચ મતવિસ્તારના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પતંગ મહોત્સવમાં જી-20 દેશોમાં સમાવિષ્ટ 18 દેશોના 41થી વધુ અને 05 રાજ્યોના 11 કરતા વધુ પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જી-20ની થીમ સાથે ગુજરાત ટુરિઝમ અને નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરના વ્યુ પોઇન્ટ-1 ખાતે "આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023"ને ખૂલ્લો મુકતાં પતંગ રસિયાઓનો ઉત્સાહ જોઈને પ્રવાસીઓ પણ જોડાયા હતા. અવનવી પંતગો જોઈને પ્રવાસીઓ ગેલમાં આઈ ગરબે ઘૂમવા લાગ્યા હતા. પતંગ રસિકોને પણ ખુલ્લા મેદાનમાં પતંગ ચકાવવાની મોઝ પડી હતી.

સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, આજે વિદેશો સાથેના સંબંધોની વાત હોય, મિત્રતાની વાત હોય કે દેશના વિકાસની વાત હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સંસ્કૃતિને દરેક ઉત્સવ સાથે જોડીને દેશના વિકાસને નવી ગતિ પુરી પાડી છે. જે આજે વિકાસ રૂપી ઊંચા આકાશને આંબી રહી છે. વડાપ્રધાને નર્મદા જિલ્લાને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી અમૂલ્ય ભેટ આપી પ્રવાસન ક્ષેત્રે વિશ્વફલક પર દેશને ખ્યાતિ અપાવી છે. વધુમાં મનસુખ વસાવાએ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023”ને અનુલક્ષીને દેશવિદેશથી આવેલા પતંરસિયાઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને ધારીખેડા સુગર ફેકટરીના ચેરમેન અને દૂધધારા ડેરી ભરૂચના ચેરમેન ઘનશ્યામ પટેલે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

દેશ વિદેશના મળી 53થી વધુ પતંગબાજો મોજથી પતંગ ઉડાડવાની સાથે નેધરલેન્ડથી આવેલા પતંગબાજ ઈન્ગેબોર્ગ આર્ટસે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીએ અતુલ્ય નિર્માણ છે અને ખૂબ સુંદર છે. અહીં આવીને અમે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. દેશ વિદેશના પતંગબાજોનું જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી સૂર્ય વંદના અને સ્થાનિક આદિવાસી સંસ્કૃતિની ઝલક આપતા મેવાસી નૃત્ય અને હોળી નૃત્ય પણ લોકકલા ગ્રુપ દ્વારા પ્રસ્તુત કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર સી.એ. ગાંધી, પ્રાયોજના વહિવટદાર પંકજ ઔંધિયા, નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, પ્રવાસન નિગમના સિનિયર ઓફિસર ખ્યાતિ નાયક, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ દિનેશભાઇ તડવી, તાલુકા પંચાયતના પ્રમુખ અન્ય પદાધિકારીઓ, પ્રવાસન નિગમ અને વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ, દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...