નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોચકી ગામેથી એસ.ઓ.જી નર્મદાએ લીલા ગાંજાના 2.90 લાખના જથ્થા સાથે એક આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરાઈ
પ્રાપ્ત માહિતી મુજબં SOG નર્મદા સ્ટાફના માણસોએ બાતમી આધારે નાંદોદ તાલુકાના ઢોચકી ગામે રહેતા શંકર મોતી વસાવાને ઝડપી પાડ્યો હતો. ભોગવટાનાં ખેતરમાંથી બિનઅધિકૃત રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ, લીલા ગાંજાનાં છોડ નંગ-158 જેનો કુલ વજન 29 કિ.ગ્રા, જેની કિ. રૂ. 2 લાખ 90 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આમલેથા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.