• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • On The Occasion Of Independence Day, Karajan Dam Was Decorated With Tricolor Lights Of The National Flag, People Were Mesmerized By The Picturesque Scene.

કરજણ ડેમ તિરંગાના રંગે રંગાયો:સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કરજણ ડેમને રાષ્ટ્રધ્વજના ત્રિરંગી લાઈટોથી શણગારાયો, લોકો નયનરમ્ય દ્રશ્યોથી મોહિત થયા

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આઝાદીના 75 વર્ષ બાદ અમૃત મહોત્સવ રૂપી સરકાર ઉજવણી કરી રહી છે. ત્યારે આ વર્ષે હર ઘર તિરંગાનું અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું છે. ત્યારે 13 થી 15 ઓગષ્ટ દરમિયાન તમામ ઘરો પર તિરંગો લાગેલો હોય એ માટે તમામ કચેરીઓ કામે.લાગી ગઈ છે. અને સૌકોઈ તિરંગાના રંગે રંગાયા છે. આગામી સોમવારે 15મી ઓગષ્ટે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે 'હર ઘરા તિરંગા' અભિયાનમાં કરોડો લોકો જોડાવાના હોઈ હાલ નર્મદા જિલ્લામાં એક દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે.

રાજપીપળા નજીકના કરજણ ડેમનાં બેકેટ પોઇન્ટ ઉપર રાષ્ટ્રધ્વજના ત્રિરંગી રંગની લાઈટ પ્રથમ વાર લગાડવામાં આવી છે. તિરંગા કલરમાં લાઈટો લગાડતા ડેમ પર અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. આમ તો જિલ્લાની તમામ કચેરીઓ સંસ્થાઓ અને દરેકના ઘર પર તિરંગો ફરકાવવામાં આવશે. ત્યારે હવે સ્વાતંત્ર્ય દિનને ગણતરીના દિવસો બાકી હોય આ દિવસે રાજપીપળા સહિત જિલ્લામાં એક દેશ ભક્તિનો માહોલ જામી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...