નર્મદાના તિલકવાડાના એક આદિવાસી યુવાનને પોલીસે ઢોર માર માર્યા હોવાની ઘટનાની જીલ્લા પોલીસ વડા તપાસ કરે એ પહેલાં ગરુડેશ્વરના સાંજરોલી ગામના યુવાનને ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલે માર માર્યો હોવાની એક બીજી ઘટના સામે આવી છે.
નાંદોદના સાંજરોલી ગામના પણ પોતાના મામાને ત્યાં કલીમકવાણા ખાતે રહી માંગરોળ કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થી મિતેશ તડવીએ નર્મદા એસપીની કરેલી લેખિત રજુઆત મુજબ તે બાઇક લઈ ગત 16 માર્ચ 23 ના સાંજના સાંજરોલીથી કલીમકવાણા જઈ રહ્યો હતો.ત્યારે ગરુડેશ્વર ચોકડી ખાતે ટ્રાફિક ચેકીંગમા ઉભેલા પોલીસ જવાનો દ્વારા એને અટકાવવા લાકડી ઉગામતા પોતે ગભરાઈ જઈ બાઇક વળાવી પરત જતો રહ્યો હતો. દરમિયાન ફરજ પરના પોલીસ જવાન દ્વારા દોડીને યુવાનની બાઇક પકડી પાડી હતી.
ઝપાઝપીમાં પોલીસ જવાનને હાથ ઉપર સામન્ય ઉઝરડો પડી જતા ઉશ્કેરાયેલા પોલીસ જવાને મિતેશ પાસે લાયસન્સ માંગતા યુવાને પોતાની પાસે લાયસન્સ નથી એમ કેહતા જ ફરજ પરના પોલીસ જવાન અતુલ વસાવા અને અન્ય ત્રણ ખાખીધારીઓ દ્વારા ફેટ પકડી ગાળો ભાંડી પોલીસ વેનમા નાખી ગરુડેશ્વર પોલીસ મથકે લઈ ગયા હતા.
અને ત્યાં જઈ વિદ્યાર્થી યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો. ગરુડેશ્વર પોલીસ મથકમાં થયેલી મારપીટ અને પોલીસની ગાળો માર ખાઈ રહેલા વિદ્યાર્થીએ પોતાના મોબાઈલમા રેકોર્ડિંગ કરી લીધી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.