ઉમેદવારોના ફોર્મની ચકાસણી:દેડીયાપાડા બેઠક પર 6 ફોર્મમાંથી 5 ફોર્મ માન્ય 1 પરત ખેચાયું; નાંદોદ બેઠક પર 10 ફોર્મમાંથી 8 માન્ય, 2 ફોર્મ અમાન્ય

નર્મદા (રાજપીપળા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ 148-નાંદોદ અને 149-દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર માટે આગામી 1 લી ડિસેમ્બરના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે ભાજપ, કોંગ્રેસ, આપ, બીટીપી અને અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. બંને બેઠકો પાર ચતુસકોણીય જંગ ખેલાવા જઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં બંને બેઠકો પાર ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યા હતા. આ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં બંને બેઠકો પર એક-એક ફોર્મ રદ થયા હતા અને એક-એક ફોર્મ ઉમેદવારોએ પરત ખેંચ્યા હતા.

નાંદોદ વિધાનસભા બેઠક પર 08 ફોર્મ માન્ય
નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મત વિસ્તાર માટે રજુ થયેલા 10 ઉમેદવારોના ફોર્મની ચકાસણીના અંતે 08 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં છે. જ્યારે 02 ઉમેદવારોના ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યાં છે. ચકાસણી બાદ 01 ઉમેદવારે તેમનું ઉમેદવારીપત્ર પરત ખેંચેલ છે. જયારે દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર માટે રજુ થયેલા 06 ઉમેદવારોના ફોર્મની ચકાસણીના અંતે 05 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં છે, જ્યારે 01 ઉમેદવારોના ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યું છે. ચકાસણી બાદ આજે 01 ઉમેદવારે તેમનું ઉમેદવારીપત્ર પરત ખેંચેલ છે.

અન્ય સમાચારો પણ છે...