પી.ડી. વસાવાએ ભાજપ પર વાર કરતાં કહ્યું:કોંગ્રેસની કોઈપણ યોજના પ્રજાલક્ષી હોય છે, જેને બંધ કરવાની ભાજપ પણ હિમ્મતના કરે...એવું કોંગ્રેસનું કામ બોલે છે

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરી રાત્રિના સમયે પ્રતાપનગર ખાતે પહોંચતા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હર્ષ વસાવા, કોંગ્રેસ નર્મદા જિલ્લા પ્રમુખ હરેશ વાળંદ, ઉપપ્રમુખ જયંતી વસાવા સહીત મોટી સંખ્યામાં હાજર આગેવાનો યાત્રા લઈને પહોંચ્યાં હતાં.

પૂર્વ સાંસદ તુષાર ચૌધરી, પ્રદેશ ઉપપ્રમુખ યુનુસ પટેલ, ઇકબાલ શેખ યાત્રાના ઇન્ચાર્જ અને કોંગ્રેસના નેતાઓ ભેગા થઇ ગામે ગામ ફરી કોંગ્રેસની કામગીરીની વાત કરી લોક જાગૃતિ લાવ્યા હતા. બીજે દિવસે આ પરિવર્તન યાત્રા રાજપીપળાના જાહેર માર્ગો પર ફરીને ડેડીયાપાડા સાગબારા અને સેલંબા થઇ અંતરિયાળ વિસ્તારોમાં ફરતા તાપી જિલ્લામાં આ યાત્રા પહોંચી હતી.

ધારાસભ્ય પી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, ભારત દેશને કોંગ્રેસે આઝાદી અપાવી ત્યારથી લઈને અત્યાર સુધી જ્યાં સુધી કોંગ્રેસ સત્તામાં રહી અઢળક પ્રજાલક્ષી યોજનાઓ અને વિકાસના કામો આપ્યા છે. આજે કોંગ્રેસનું કામ બોલે છે. એવી નક્કર યોજનાઓ બનાવી છે કે, ભાજપની સરકારો પણ હટાવી ના શકી. કેમકે તે સીધી જનતાને લાભ અપાવતી હોય છે અને ભાજપનું જ્યારથી શાસન આવ્યું બસ ભૂખ ભય અને ભ્રસ્ટાચાર વધી ગયો છે રાહુલજીએ જે 8 વચનો આપ્યા છે તેમાં કોંગ્રેસ મક્કમ છે.

આ વર્ષે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવે અને સરકાર બનાવતાની સાથે જ જૂની પેન્શન યોજના આપીશું, ગ્રેડ પે જે કર્મચારીઓ ને બાકી છે તે આપીશું, રાંધણગેસ 1000 રૂપિયા પાર કરી ગયો છે તેને 500 કરી દઈશું, વીજળી મફત આપીશું, શિક્ષણ મફત કરીશું, એટલું જ નહીં બેરોજગારી દૂર થશે, નવી નોકરીઓની તક મળશે. જનતા જાણી ગઈ છે કે, કોઈ ઉદ્યોગપતિઓ સાથે નહીં પણ આમ જનતાની પડખે રહે એ કોંગ્રેસ છે. એટલે રાજ્યમાં પરિવર્તન જનતા ચોક્કસ લાવશે.

અન્ય સમાચારો પણ છે...